Press "Enter" to skip to content

મ. સ. યુનિ.ની તમામ પરીક્ષાઓ મોકૂફ – શિક્ષણ વિભાગના નિર્દેશ અનુસાર પરીક્ષાની તારીખો જાહેર કરાશે

વડોદરા. રાજ્યના શિક્ષણમંત્રીની જાહેરાતને પગલે મ.સ. યુનિ.ની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષણ વિભાગના આગામી નિર્દેશ અનુસાર બાદમાં પરીક્ષાની તારીખો જાહેર કરાશે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સાંજે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો હવાલો આપી રાજ્યની યુનિવર્સિટીમાં પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેને પગલે મ.સ. યુનિ. સત્તાધિશો દ્વારા ફાઈનલ યર, ફાઈનલ સેમિસ્ટર તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોની પરીક્ષાઓ અંગે શિક્ષણ વિભાગનો આગામી આદેશ ના થાય ત્યાં સુધી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે.

More from EducationMore posts in Education »
error: Content is protected !!