Press "Enter" to skip to content

ભાર વગરનુ ભણતરઃ ભુલકાઓ પોતાના વિચારોથી નવા વિશ્વની રચના કરી

  •  બરોડા હાઇસ્કુલ દંતેશ્વર ખાતે કે.જીમાં અભ્યાસ કરતા નાના ભુલકાઓ વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો
  • બાળકોએ નિસંકોચ પોતાના વિચારોથી પોતાના નવા વિશ્વની ઇચ્છા પુરી કરી
  • નિસંકોચ આર્ટ, ક્રાફ્ટ અને રમત ગમતથી પોતાની તમામ ઇચ્છા પુરી કરી

વડોદરા. ભૂલકાઓ સ્કુલમાં જતા તેઓ એક નવી દુનિયામાં આવી ગયા તેવો એહસાસ થાય છે. ત્યારે અનેક વખત બાળકો સંકોચાઇ જઇ પોતાની ઇચ્છા પુરી કરી શકતા નથી. તેવામાં દંતેશ્વર સ્થિત બરોડા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા નાના ભુલકાઓએ પોતાના વિચારોથી પોતાનાજ વિશ્વની રચના કરી હતી. જેમાં બાળકોએ પોતાની મન પસંદ પ્રવૃતિઓ કરી વિના સંકોચ પોતાની તમામ ઇચ્છાઓ પુર્ણ કરી હતી.

શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કુલ (અંગ્રેજી માધ્યમ)ના કે.જીના સુપરવાઇઝર અંજલી ઝાંબેકર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કે.જીમાં અભ્યાસ કરતા બાળકો માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેનો વિષ્ય મલ્ટીપલ ઇન્ટલીજન્સ અંતર્ગત નાના ભુલકાઓએ શાળામાંજ પોતાની વિચાર શક્તિથી એક નવા વિશ્વની રચના કરી હતી. બુદ્ધિ શક્તિ સાથે પોતાની વ્યક્તિગત વિચારો નિખારે તેવા હેતુ સાથે પ્રવૃતિ શરુ કરવામાં આવી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું કે, આ પ્રવૃતિમાં બાળકોએ કોઇ પણ જાતના ડર વગર અને નિસંકોચ થઇ અલગ અલગ પ્રવૃતિથી કંઇ નવુ કરવાની તમામ ઇચ્છા પુરી કરી હતી. આ પ્રવૃતિ કરવા પાછળનુ મુળ કારણ બાળકોમાં જાગૃતિ આવે અને પોતાની બુદ્ધ શકિતના સારા રસ્તે લઇ જઇ શકે. માહિતી આપતા તેઓએ જણાવ્યું કે, શાળાના આચર્ય, શિક્ષક સદા બાળકોના સર્વાગી વિકાસ માટે તત્પર રહે છે. આ પ્રકારની પ્રવૃતિથી બાળકોને ભાર વગરનુ ભણતર અને બાળકોનો સર્વાગી વિકારસ અને તે પણ બિલકુલ મુક્ત વાતાવરણમાં એજ અમારો ઉદ્દેશ્ય છે, જેથી આ ઉદ્દેશ્ય બાળકોના મલકાટ દ્વારા ખિલખિલાટ હાસ્ય દ્વારા પૂર્ણ થયો છે.

One Comment

  1. Yogini Pawar Yogini Pawar March 3, 2019

    I like this school activities. Because of these activities in future children can be confident for represent their own projects. thank u to all teachers and principal mam.

Comments are closed.

error: Content is protected !!