Press "Enter" to skip to content

બરોડા હાઈસ્કૂલના કે.જી. વિભાગનો ‘નયી ઉમંગે, ખેલ પૂરાને’ થીમ પર વાર્ષિકોત્સવ ઉજવાયો

તારીખ ૩૧/૦૧/૨૦૨૦ના રોજ બરોડા હાઈસ્કૂલમાં કેજી વિભાગ દ્વારા વાર્ષિક દિવસની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. આ ભવ્ય દિવસની થીમ હતી – ‘નયી ઉમંગે, ખેલ પૂરાને’.જેમાં શાળાનાં નાના-નાના ભૂલકાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ આપણી વિસરાઈ રહેલી રમોતો જેમ કે, સત્તોડિયું,કેરમ,ગીલ્લી ડંડા,લખોટી, ધમાલ ધોકો,સંતાકૂકડી જેવી રમતો પર સુંદર નૃત્યો પ્રસ્તુત કાર્ય હતા.આ થીમનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં આપણા બાળકો જૂની રમતો ભૂલી ગયેલ છે,તેની જગ્યા વિડિઓ ગેમ, મોબાઈલ, ટેલિવીઝને લીધી છે,જેના કારણે આપણા બાળકોનો શારીરિક વિકાસ થંભી ગયેલ છે.જે આપણા બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે.

આ દિવસે શ્રીમતી સ્મરણિકા દેવે મુખ્ય અતિથિ તરીકે શાળાનાં ઉત્સવમાં હાજરી આપી હતી. તેઓ કલાપ્રેમી છે અને ‘ટેરાકોટા’, ‘ક્લે મોડલિંગ’ અને ‘ટેંજોર પેંટિંગ’માં નિપુણતા ધરાવે છે. તેઓએ પણ નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ નૃત્યોને નિહાળીને તેનો આનંદ માણ્યો હતો.આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી જગદીશ શુક્લા અને શ્રીમતી અંજલીબહેન દવેએ પણ હાજરી આપી ઉત્સવનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રીમતી પ્રિયા મક્ખીજાની અને આચાર્ય શ્રી જગદંબા પ્રસાદ જોશી દ્વારા કરવામાં આવેલ હતું. તેમજ શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓનો સહયોગ રહ્યો હતો.   આ ઉપરાંત વાલીઓએ પણ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.

More from Youth CornerMore posts in Youth Corner »
error: Content is protected !!