Press "Enter" to skip to content

BREAKING : વડોદરામાં હત્યા કરી યુવકની લાશને રીક્ષામાં પંચમહાલ લઇ જઈ સળગાવી દીધી, હત્યારાઓ વારસીયા પોલીસના હાથવેંતમાં

  • વારસીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત મોડી રાતે એક યુવકની હત્યા કરી લાશને કોથળામાં વિંટી હત્યારાઓએ રિક્ષામાં મૂકી
  • રિક્ષા ચાલકને હાલોલથી ચેલાવાડા તરફલઇ ગયા અને રસ્તામાં કોથળો ફેંકી દીધો
  • થોડેક અગાળ જતા હત્યારાઓએ રિક્ષા ઉભી રખાવી રિક્ષા ચાલકને આગળ ઊભા રહેવા જણાવ્યું
  • રિક્ષા ચાલકે સાઇડ મિરરમાંથી જોતા ધુમાડા નિકળતા જોવા મળ્યાં
  • સવારે રિક્ષા સાફ કરતા સમયે લોહીના ડાઘા દેખાતા વારસીયા પોલીસને જાણ કરી
  • પોલીસે તાત્કાલીક સ્થળ પર પહોંચી બળી ગયેલા મૃતદેહની ઓળખ કરી લીધી
  • યુવકની હત્યા કરનાર હત્યારાઓ વારસીયા પોલીસના હાથવેંતમાં, મોડી સાંજ સુધી ધરપકડ થાય તેવી શક્યતા

વડોદરા. શહેરના વારસીયા વિસ્તારમાં ગત રાત્રીએ એક યુવકની હત્યા કરી હત્યારાઓએ લાશને કોથળામાં વિંટી રિક્ષામાં મૂકી પંચમહાલ તરફ લઇ ગયા હતા. હત્યારાઓએ લાશને વગે કરવા તેને સળગાવી દીધી હતી. જોકે વારસીયા પોલીસની આ બાબતની જાણ થતા પોલીસ કાફલો આજે સવારે ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બળી ગયેલી લાશની પોલીસે ઓળખ કરી હતી. જોકે આ ઘટનાને અંજામ આપનાર ત્રણ જેટલા શખ્સો વારસીયા પોલીસના હાથવેંતમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના વારસીયા વિસ્તારમાં ગત મોડી રાતે એક શખ્સની ત્રણ જેટલા શખ્સોએ હત્યા કરી હતી. હત્યારાઓએ લાશનો નિકાલ કરવા માટે એક પ્લાન ઘડ્યો હતો. જેમાં હત્યારાઓએ પહેલાતો લોહીથી લથબથ લાશને એક કોથળામાં વિંટી દીધી હતી. ત્યારબાદ એક રિક્ષા બોલાવી હત્યારાઓ કોથળામાં વિંટેલી લાશ લઇ પંચમહાલ તરફ નિકળ્યા હતા. જ્યાં રિક્ષા ચાલકને વડોદરાથી પહેલા હાલોલ અને ત્યારબાદ ચેલાવાડા તરફ લઇ જવામાં આવ્યો હતો.

હત્યારાઓએ લાશનો નિકાલ કરવા માટે એક સુમસામ જગ્યા જોઇ તેને ફેંકી દીધી હતી. અને બાદમાં રિક્ષા ઊભી રખાવી ચાલકને થોડેક આગળ ઉભા રહેવા માટે જણાવ્યું હતુ. જેથી રિક્ષા ચાલકે આગળ જતા તેને શંકા ઉપજવી અને સાઇડ મીરરમાં જોતા ધુમાડો નિકળતો દેખાયો હતો. જોકે રિક્ષા ચાલકને અંદાજો પણ નહોતો કે તેની રિક્ષામાં હત્યારાઓ છે અને તેમની પાસેના કોથળામાં એક લાશ છે.

મોડી રાત્રે ઘરે આવ્યાં બાદ રિક્ષા ચાલક રિક્ષા મૂકી ઘરમાં જતો રહ્યો હતો. નિત્યક્રમ મૂજબ રિક્ષા ચાલક શુક્રવારે સવારે પોતાની રિક્ષા સાફ કરી રહ્યો હતો, ત્યારે તેને રિક્ષામાં પાછળના ભાગે લોહીના ડાઘા જોવા મળ્યાં હતા. જેથી તેને ઉપરોક્ત દરશાવેલ તમામ બાબતો સવારે 10 વાગ્યાના અરસામાં વારસીયા પોલીસને જણાવી હતી. જેના પરિણામે પોલીસે આ બાબતની ગંભીરતાને જોતા વારસીયા પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.એસ આનંદ સહીતનો સ્ટાફ પંચમહાલના અડાદરા ગામે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તપાસ કરતા એક બળી ગયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેની તાત્કાલીક ઓળખ કરી હતી. જોકે હત્યારાઓ વારસીયા પોલીસના હાથવેંમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા હત્યાના આ ગુના મામલે ટુંક સમયમાં પોલીસ દ્વારા વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

More from CrimeMore posts in Crime »

One Comment

  1. Kishor January 17, 2020

    Joi to me

Comments are closed.

error: Content is protected !!