Press "Enter" to skip to content

વડોદરાના આંત્રપ્રિન્યોરે બનાવેલી મોબાઈલ એપ INFIT – જે આપનાં શરીરની સાથે ખિસ્સાને પણ ફીટ રાખે છે

Last updated on December 9, 2019

  • INFIT એવી મોબાઈલ એપ જે તમને જીમમાં કસરત કરવા પ્રોત્સાહન આપવા સાથે મેમ્બરશીપ ફી પાછી અપાવે છે
  • INFIT નું શહેરના વિવિધ જીમ સાથે જોડાણ.
  • 45 મીનીટ જીમમાં વિતાવનારને તરત જ એપ્લિકેશનના વોલેટમાં રિફંડ ટ્રાન્સફર થઈ જાય છે.

(મોબાઈલ એપ ડાઉનલોડ કરવા ઉપરના ફોટો પર ક્લિક કરો.) 

વડોદરા. જીમમાં જઈ શરીરને ફીટ રાખવાની ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે. ઘણાં લોકો જીમની મેમ્બરશીપ પણ લઈ લેતાં હોય છે, પરંતુ મેમ્બરશીપ લીધા બાદ પણ જીમમાં જવાનું લોકો ચૂકી જતાં હોય છે. આ સંજોગોમાં વડોદરાના આંત્રપ્રિન્યોરે INFIT એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશન વ્યક્તિને નિયમિતરીતે જીમમાં જવામાં મદદ કરે છે તે સાથે મેમ્બરશીપ ફીના નાણાં પણ પાછા અપાવે છે.

શારિરીક સ્વાસ્થ્ય માટે તમે છેલ્લે ક્યારે સમય કાઢ્યો હતો? મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ તરત ના આપી શકે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે, તેમનું શારિરીક સ્વાસ્થ્ય સારું રહે, પરંતુ મોટાભાગના લોકો તે માટે સમય કાઢી શકતા નથી. તો ઘણાં લોકો આળસને લીધે સ્વાસ્થ્યની કાળજી લેતાં નથી. આ સંજોગોમાં વ્યક્તિને જીમમાં જતો કરવા અને નિયમિત કસરત કરવામાં મદદ કરવાના તેમજ જીમની મેમ્બરશિપ પરત અપાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શહેરના આંત્રપ્રિન્યોર દ્વારા INFIT નામની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

INFIT એવી મોબાઈલ એપ્લિકેશન છે, જે ‘આજે નહીં કાલથી જીમ શરૂ કરીશ’ એવી માનસિકતા ધરાવતાં વ્યક્તિને જીમમાં જવા માટે તત્પર કરે છે. INFIT રિવોર્ડ્સ, ગુડીઝ, રિફંડ્સ, ગો-ટુ- પ્લે લિસ્ટ જેવા વિવિધ ફિચર્સ ધરાવે છે, આ સુવિધાઓને કારણે જીમમાં સમય ગાળવા માટે મદદરૂપ થાય છે. આમ તો, આ મોબાઈલ એપ્લિકેશનની મુખ્ય વિશેષતા એવી છે કે, જ્યારે જ્યારે આપ જીમમાં જશો ત્યારે ત્યારે આપ જીમની મેમ્બરશિપમાંથી રિફંડ પાછું મેળવી શકશો.

જીમ મેમ્બરશીપ તદ્દન નિઃશુલ્ક, ફીટ રહેવા સાથે મેમ્બરશીપ પરત કેવી રીતે મેળવી શકશો?

  1. ગુગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી INFIT એપ ડાઉનલોડ કરો. (ઉપરની તસવીર પર ક્લિક કરીને આપ ગુગલ પ્લે સ્ટોરમાં પહોંચી શકો છો) 
  2. આપનું મનગમતું જીમ પસંદ કરો અને આપની પસંદગીની મેમ્બરશીપ ખરીદો.
  3. જીમમાં જાવ ત્યારે INFIT એપમાં ચેક ઇન કરો (આપ જીમમાં હશો ત્યારે જ આપનું લોકેશન એપ્રુવ થશે.)
  4. જીમમાં ઓછામાં ઓછો 45 મીનીટ સમય વિતાવો અને આપના સેશનને વેલીડ કરો.
  5. તરત જ એપ્લિકેશનના વોલેટમાં રિફંડ મેળવો.
  6. એપ્લિકેશન વોલેટમાં રહેલાં નાણાંને પોતાના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો અથવા તો વોલેટના નાણાંથી ફિટનેસ પ્રોડક્ટ્સ ખરીદી શકો.

હાલ વડોદરા શહેરના 15 જેટલાં જીમ INFIT એપ્લિકેશન સાથે જોડાઈ ચૂક્યા છે. અને હાલમાં શહેરના વધુ જીમને પોતાની સાથે સાંકળવા પ્રયત્નશીલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, INFIT એપ્લિકેશન દ્વારા મેમ્બરશિપ ખરીદનારને જ રિફંડ આપવામાં આવે છે. વાર્ષિક મેમ્બરશિપ ફીના 100%, 6 મહિનાની મેમ્બરશિપના 60% અને 3 મહિનાની મેમ્બરશીપને સ્પેશિયલ ગુડીઝ આપવામાં આવે છે.

TO DOWNLOAD : CLICK HERE

More from BusinessMore posts in Business »
error: Content is protected !!