Press "Enter" to skip to content

મોડી રાત્રે માતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઇ 9 વર્ષીની બાળકી ચોંકી ઉઠી, જાણો પછી શું થયું

  • દરજીપુરા એરફોર્સ ક્વાર્ટસમાં મોડી રાત્રે બનેલી ઘટના
  • પતિ-પત્ની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી થતાં ઝઘડો થયો હતો.
  • ઝઘડો થતાં માતા અને પુત્રી એક રૂમમાં સૂઇ ગયા હતા, જ્યારે પિતા બીજા રૂમમાં સૂઇ રહ્યાં હતા
  • મોડી રાતે લધુશંકા કરતા ઉઠેલી બાળકીએ માતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં ચોંકી ઉઠી હતી

વડોદરા. પતિ-પત્ની વચ્ચે હમેશ કોઇ કારણોસર નાની મોટી બોલાચાલી થતી હોય છે, અને આવી પરિસ્થિતિમાં આવેશમાં આવી જઇ અંતિમ પગલુ ભરવુ બાળકો માટે કેટલુ ઘાતકી હોય શકે છે, તેનો અંદાજો પણ લગાવવો મુશ્કેલ છે. તેવામાં હરણી સ્થિત દરજીપુરા એરફોર્સ ક્વાર્ટસમાં રહેતા દંપતિ વચ્ચે બોલાચાલી થતા પત્નીએ મોડી રાત્રે બેડરૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે માતાને લટકતી જોઇ 9 વર્ષની બાળકી ચોંકી ઉઠી હતી.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના દરજીપુરા એરફોર્સના ક્વાર્ટસમાં રહેતા સપનાબહેન રાકેશભાઇ ભારતીયા (34) અને તેમના પતી વચ્ચે ગત મોડી રાતે 10 વાગ્યાના અરસામાં કોઇ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેથી સપનાબહેન 9 વર્ષની બાળકીને લઇ અન્ય બેડરૂમમાં સૂવા માટે ચાલ્યાં ગાય હતા. જ્યારે તેમના પતિ ક્વાર્ટસના અન્ય રૂમમાં સૂઇ ગયા હતા. પતી પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પત્નીને લાગી આવ્યું હતું, અને તેણીએ આપઘાત કરવાનુ નક્કી કરી લીધું હતુ. પરંતુ દિકરી જાગતી હોવાથી તેઓ કંઇ કરી શક્યા ન હતા.

દરમિયાન દિકરી સૂઇ જતા સપનાબહેને બેડરૂમમાં ખુરશી પર ચઢી જઇ પંખાના હુંક સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મોડી રાત્રે લઘુશંકા માટે જવા ઉઠેલી 9 વર્ષની બાળકીએ માતાને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તે ચોંકી ઉઠી હતી. અને બીજા રૂમમાં સૂઇ રહેલા પિતાને જગાડ્યા હતા. બનાવને પગલે હરણી પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!