Press "Enter" to skip to content

ઇંડા પણ ડુપ્લીકેટ! યુવાને ઘરે આમલેટ બનાવવા ઇંડુ તોડ્યુ તો અંદરથી પ્લાસ્ટીક નિકળ્યું, જુઓ વીડિઓ

  • પાણીગેટ વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે યુવાને કોર્પોરેશનના ખોરાક શાખામાં ફરીયાદ નોંધાવી
  • કાચુ ઇંડુ તોડતા અંદરથી પ્લાસ્ટીકની થેલી જેવુ કવર નિકળ્યું હોવાનો યુવાનનો આક્ષેપ
  • યુવાને દુકાનદારને પ્લાસ્ટીકના ઇંડા અંગે જાણ કરતા દુકાનદારે કહ્યું આતો ચાઇનાનો માલ આવી ગયો હશે, આમા અમે કશું ના કરી શકિયે
  • નિષ્ણાતોનો કહેવું છે આ રીતે ઇંડાની અંદરથી પ્લાસ્ટીક નિકળે તવી શક્યતાઓ ખૂબ ઓછી

વડોદરા. અત્યાર સુધી આપણે સાંભળ્યો અને જોયુ પણ છે કે મરઘી ઇંડા આપે અને તે ઇંડા કેટલાક લોકો સ્વાસ્થ માટે નિયમીત ખાતા હોય છે. પરંતુ ઇંડામાંથી પોષણને બદલે જીવલેણ પ્લાસ્ટીક નિકળ્યું હોય તેવી એક ઘટના સામે આવી છે. જ્યાં યુવાને ઘરે આમલેટ બનાવવા માટે ઇંડુ તોડ્યુ તો અંદરથી પ્લાસ્ટીક નિકળ્યું હોવાના આક્ષેપ સાથે દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા કોર્પોરેશનના આરોગ્ય વિભાગને લેખિત ફરીયાદ કરી છે.

આ અંગે શહેરની પાણીગેટ વિસ્તારમાં રહેતા યોગેશ કહારએ માહિતી આપતા જણાવ્યું કે, ગત 9મી ફેબ્રુઆરીના રોજ ઘર નજીક આવેલી દુકાનમાંથી ઇંડા ખરીદ્યા હતા. યુવાને ઘરે જઇ આમલેટ બનાવવા માટે ઇંડુ તોડતા અંદરથી પ્લાસ્ટીક જેવુ પદાર્થ નિકળ્યું હતુ. જોકે યુવાનને થયુ કે આ ઇંડાની અંદરની પોપળી હશે, પરંતુ જ્યારે ઇંડુ તોડીને આમલેટ બનાવવા તવા પર નાખ્યું તો પ્લાસ્ટીક હોવાથી તે તવામાં ચોંટી ગયું હતુ.

યુવકે તાત્કાલીક દુકાન પર પહોંચી દુકાનદારને આ ઘટના અંગે જાણ કરતા, દુકાનદારે નફ્ફટાઇપૂર્વક કહ્યું કે, ચાઇનાનો માલ આવી ગયો હશે એટલે પ્લાસ્ટીક નિકળ્યું હોય, ઇંડા તો મરઘી આપે ને અમને શું ખબર આ કંઇ રીતે થયું. થોડા સમય સુધી યુવાન અને દુકાનદાર વચ્ચે થયેલી રકઝકમાં આખરે દુકાનદારે સ્વીકાર્યું કે ઇંડાની અંદરની નિકળેલી પોપળી પ્લાસ્ટીક છે.

આ મામલે યોગેશ કહારે કોર્પોરેશના આરોગ્ય વિભાગની ખોરાક શાખાને લેખિત ફરીયાદ કરી ઉપરોક્ત તમામ હકીકત દરશાવી હતી. ઉપરાંત યુવકે આ સમગ્ર ઘટનાનો વીડિઓ અને તસ્વીર પોતાના મોબાઇલ ફોનમા કેદ કરી લઇ ઇંડામાંથી પ્લાસ્ટીકની પોપળી નિકળતી હોવાના આક્ષેપો કર્યાં છે. જોકે આ અંગે નિષ્ણાંતોનુ કહેવુ છે કે ઇંડાની અંદરની પોપળીને પ્રોટીન લેયર કહેવામાં આવે છે. જેથી સામાન્ય રીતે ઇંડામાંથી આવ પ્રકારની પોપળી નિકળતી હોય છે. ઇંડામાંથી પ્લાસ્ટીક નિકળે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે.

More from LiveMore posts in Live »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!