Press "Enter" to skip to content

EFFECT BEFORE VALENTINE ! પ્રેમીકા મળવા ન આવી તો પ્રેમીએ પોતાની જ 10 લાખની કાર સળગાવી નાખી

  • અમદાવાદના આઇ.ટી એન્જીનીયર બોમ્બે શપીંગ પાસે વહેલી સવારે પોતાની હોન્ડા સીટી કારમાં કચરો નાખી સળગાવી દીધી
  • કારમાં આગ ચાંપતા પહેલા યુવકે પથ્થર મારી કાંચ તોડ્યાં
  • કારમાં આગ ચાંપી રાહદરીઓને ગાળો ભાંડી બુમાબુમ કરી
  • સયાજીગંજ પોલીસ પુછપરછ માટે યુવકને પોલીસ સ્ટેશન લઇ ગઇ તો ચોંકવનારુ કારણ સામે આવ્યું

વડોદરા. 14મી ફેબ્રુઆરીએ ઉજવાતો વેલેન્ટાઇન-ડેને ગણત્રીના દિવસો બાકી છે. ત્યારે પ્રેમીકાના પ્રેમમાં પાગલ થયેલા અમદાવાદના આઇ.ટી એન્જીનયરને વડોદરા આવી બોમ્બે શોપીંગ પાસે પોતાની જ હોન્ડા સિટી કારમાં ઠસોઠસ કચરો ભરી દિવસળી ચાંપી દીધી હતી. કારમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી. જેથી ફાયર બ્રીગેડના લાશકરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યારે સયાજીગંજ પોલીસ કારને આગ લાગવનાર યુવકને પુછપરછ માટે રિક્ષામાં પોલીસ સ્ટેશન લઇ જતા ચોંકવનારુ કારણ સામે આવ્યું હતુ.

આ બનાવની વિગત એવી છે કે, મંગળવારે વહેલી સવારે એક યુવક અમદાવાદ પાર્સિંગની સફેદ રંગની હોન્ડા સિટી કાર લઇને વડોદરા આવી પહોંચ્યો હતો. આમ્બેડકર સર્કલ પાસેના બોમ્બે શોપીંગ નજીક યુવકે પોતાની કાર પાર્ક અને રસ્તા પર કચરો વીણીને કારમાં નાખવા લાગ્યો હતો. રસ્તા પરથ પસાર થતા લોકો આ દ્રશ્યો જોઇ એક તબક્કે ચોંકી ઉઠ્યાં હતા. જોત જોતામાં યુવકે પોતાની કારમાં ઠસોઠસ કચરો ભરી દઇ દિવસળી ચાંપી દીધી હતી.

ગણત્રીની મીનિટોમાં આખી કાર ભડકે બળવા લાગી હતી. જેથી રાહદરીઓને ભારે ભીડ એકઠી થઇ હતી. કારને આગ ચાંપનાર યુવક લોકોન ગાળો આપી બુમાબુમ કરી રહ્યો હતો. ઘટના અંગે સ્થાનિકોએ ફાયર બ્રીગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા વડીવાળી ફાયર બ્રીગેડના લાશકરોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ યુવકને પુછપરછ માટે પોલીસે ગાડીમાં બેસવાનુ કહેતે તેને ઇનકાર કર્યો હતો. જોકે યુવક માનસિક અસ્વસ્થ લાગતા પોલીસતેને રિક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

પોલીસને પહેલા તો થયુ કે આ કાર કોઇ અન્ય વ્યક્તિની હશે, જેથી પોલીસે યુવકની પુછપરછ કરતા તે કંઇ પણ બોલાવા તૈયાર ન હતો. આખરે પોલીસે અમદાવાદ સ્થિત યુવકના માતા-પિતાનો સંપર્ક કરતા તેઓ તાત્કાલીક સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં તેના પિતાએ પોલીસને જણાવ્યું કે કાર બીજા કોઇની નહીં પરંતુ અમારી પોતાની જ છે. પિતા આવી પહોંચતા પુત્રએ મૌન તોડ્યુ અને કહ્યું કે પ્રેમીકાને મળવા માટે બોલાવી હતી અને તે મળવા ન આવતા, કારને સળગાવી નાખી હોવાનુ સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એસ.જી સોલંકીએ જણાવ્યું હતુ.

યુવકનુ આ વાક્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને સમજી ગઇ કે યુવક માનસિક અસ્વસ્થ હોવાથી આ પ્રકારનુ પગલુ ભર્યું છે. જોકે આ મામલે યુવકના પિતાએ પોલીસ ફરીયાદ કે અન્ય કો કાર્યવાહી કરવાનો ઇનકાર કરી પુત્રને પોતાની સાથે લઇ ગયા હતા.

More from Featured StoryMore posts in Featured Story »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!