Press "Enter" to skip to content

કેદી પત્નીને મૃત પતિનાં અંતિમ દર્શન કરાવવા પરિવાર મૃતદેહ લઈ વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યો, જાણો પછી શું થયું

  • ડભોઇ પાસેના વઢાવાણા ગામે રહેતા રાવજીભાઇ રાઠોડીયાનુ અવસાન થયું હતુ.
  • મૃતક રાવજીભાઇના પત્ની અને પુત્ર હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યાં છે.
  • પત્ની અને પુત્ર સિવાય રાવજીભાઇની આગળ-પાછળ કોઇ ન હોવાથી સંબંધીઓ મૃતદેહ લઇ રવિવારે બપોરે વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યાં
  • પત્ની અને પુત્રને રાવજીભાઇનુ અવસાન થયું હોવાની જાણ પણ નથી

વડોદરા. કાયદો અને વ્યવસ્થા જાળવાય તે માટે અનેક જોગવાઇઓ છે પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાયદો ક્યારે લાગુ કરવો અને ક્યારે ન કરવો એ પોલીસ અધિકારીઓના હાથમાં હોય છે. કહેવાય છે કે, વર્દી પાછળ પણ એક ખરો મનુષ્ય હોય છે. જોકે કાયદો આડે આવતા આ ખરો મનુષ્ય પણ એક કઠોર વ્યક્તિ બનવા પર મજબૂર બની જાય છે. તેવું જ કંઇ રવિવારે વડોદરા સેન્ટ્રલ જેલના દરવાજા પર થયું હતુ.

શહેર નજીક આવેલા ડભોઇ પાસેના વઢવાણા ગામે રહેતા રાવજીભાઇ રાઠોડીયાનુ ગત રોજ અવસાન થયું હતુ. જોકે તેમના પત્ની અને પુત્ર હાલ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. જેથી પતિનુ અવસાન થયું છે તે અંગે પત્ની અને પુત્ર બન્ને અજાણ છે. રાવજીભાઇની આગળ- પાછળ કોઇ પત્ની અને પુત્ર સિવાય બીજુ કોઇ નથી, જેથી તેઓની પત્નીને અંતિમ દર્શન કરાવવા માટે નજીકના સંબંધીઓ તેમનો મૃતદેહ ટેમ્પોમાં મૂકી રવિવારે બપોરે 3 વાગ્યાના અરસામાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યાં હતા.

મૃતદેહના સંબંધીઓએ જેલ સિપાહીઓને અરજી કરી કે રાવજીભાઇના અંતિમ દર્શન કરાવવા માટે તેમના પત્નીને બોલાવવામાં આવે, પરંતુ પરિવારને મંજૂર નહીં અને ત્રણ કલાક સુધી મૃતદેહ સેન્ટ્રલ જેલની બહાર રઝળતો રહ્યો હતો. અંતે આ વાત જેલ અધિકારીઓના કાને પડતા તેઓ પણ મૂંઝવણમા મુકાય કે આખરે કરવુ શું. જોકે કાયદો અને તેની જોગવાઇઓ અધિકારીઓના આડે આવતા જેલમાં સજા ભોગવી રહેલી પત્નીને અંતિમ ઘડીએ પતિનુ મોઢુ જોવાનુ નસીબ થયું ન હતુ. આખરે કાયદાની સામે તો નાગરિકોએ ઝૂંકવુ પડતુ હોય છે, જેથી ત્રણ કલાક બાદ મોડી સાંજે રાવજીભાઇના સંબંધીઓ તેઓની અંતિમ વિધી માટે મૃતદેહ ટેમ્પોમાં પરત લઇ ગયા હતા.

More from Featured StoryMore posts in Featured Story »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!