Press "Enter" to skip to content

BREAKING : ગુજરાત ACBની વેબસાઇટ થઇ હેક, ક્લિક કરશો તો ચાઇનીઝમાં આવું કંઇ જોવા મળશે

  • ગુજરાતની લાંચ રૂશવત વિરોધી શાખાની વેબસાઇટ ખોલતા હોમ પેજ પર બધી વિગતો જોવા મળે છે.
  • એસીબી ગુજરાત લખેલા સિમ્બોલ પર ક્લિક કરતા ચાઇનીઝ વેબસાઇટ ખુલે છે.
  • એસીબીની વેબસાઇટ પર ચાઇનાની 1995.com અનેcom લખેલુ જોવા મળી રહ્યું છે.
  • વેબસાઇટ હેક  કરી દુરઉપયોગ કરનારની શોધખોડ હાથ ધરવામાં આવી છે. 
  • એસીબીની વેબસાઇટ ક્લિક કરો ત્યારે acb.gujarat.gov.inનુ ડોમેઇન ખુલે છે અને તુરંત તે ડોમેઇન acbgujarat.comમાં ફરવઇ જાય છે. 
  • સાઇબર એક્સપર્ટ મૂજબ એસીબીની ડોમેઇન સાથે હેકરે પોતાનુ ડોમેઇન લીંક કર્યું હોવાની શક્યતા

વડોદરા. સામાન્ય રીતે સરકારી કે ખાનગી વેબસાઇટના ડોમેઇનમાં મહત્વના ડેટા સિક્યુર રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ હવે ખાનગી વેબસાઇટો તો ઠીક પરંતુ સરકારી વેબસાઇટ પણ હેકર્સનો ભોગ બની રહીં છે. તેવામાં આજે ગુજરાત લાંચ રૂશવત વિરોધી શાખા (એસીબી)ની વેબસાઇટ હેક થઇ હોવાનુ સામે આવ્યું છે.

ગુગલમાં ગુજરાત એસીબી ટાઇપ કરતાની સાથેજ એક લીંક જોવા મળે છે. જે લીંક ક્લિક કરતા તેનુ હોમ પેજ ખુલે છે અને ત્યારબાદ વધુ વિગતો મેળવવા માટે જ્યારે ગુજરાત એસીબીના સિમ્બોલ પર ક્લિક કરવામાં આવેતો ચાઇનીઝ વેબસાઇટ ખુલતી જોવા મળી રહીં છે. જોકે આ વેબસાઇટ ચાઇનીઝ શોપીંગ વેબસાઇટ હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.

સરકરની અતિ મહત્વપૂર્ણ વેબસાઇટ હેક થતાં તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે. ત્યારે ગુજરાત લાંચ રૂશવત વિરોધી શાખાની વેબસાઇટ કોણે હેક કરી છે, તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!