fbpx Press "Enter" to skip to content

તરસાલી ફાયરિંગ કાંડમાં 8 મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા PSI શક્તિસિંહ ચુડાસમા પોલીસ ખાતામાં ફરજ બજાવતા થઈ ગયા, જાણો કંઇ રીતે

  • ગત 3 જૂન 2019ના રોજ મોડી રાત્રે તરસાલી સ્થિત રવિપાર્ક ચાર રસ્તા પાસે પીએસઆઇ ચુડાસમાએ સિમીત પ્રજાપતિ પર 4 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ.
  • પીએસઆઇએ ફાયરીંગ કરતા 4 પૈકીની ત્રણ ગોળીઓ સિમીત પ્રજાપતિને વાગી હતી.
  • ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે પીએસઆઇની ફરીયાદ દાખલ કરી લધી હતી
  • ફાયરીંગમાં ઇજા પામનાર યુવકની ઘટનાના ચોથા દિવસે એટલે કે 6 જૂને ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
  • પીએસઆઇ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતા તેઓ ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.
  • પીએસઆઇ ચુડાસમાના સેશન કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થતા આખરે હાઇકોર્ટથી જામીન મેળવ્યા
  • ગત રોજ 12મી ફેબ્રુઆરીએ પીએસઆઇ મકરપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા અને કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા થઇ ગયા

ચિંતન શ્રીપાલી. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રવિપાર્ક ચાર રસ્તા પાસે ગત વર્ષ-2019, 3 જૂન રાત્રીના સમયે મકરપુરાના વિવાદીત પીએસઆઇ ચુડાસમાએ સિમીત પ્રજાપતિ ઉપર ઉપરા છાપરા 4 રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાની ઘટના બની હતી. આ મામલે પીએસઆઇએ સિમીત પ્રજાપતિ સહીત ત્રણથી વધુ લોકો સામે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે ઘટનાના ચોથા દિવસે પોલીસે પીએસઆઇ ચુડાસમા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. પોલીસ ધરપકડથી બચવા માટે તેઓએ સેશન કોર્ટમાં આગોતર જામીન માગ્યા હતા. પરંતુ કોર્ટે નામંજૂર કરતા તેઓ હાઇકોર્ટમાથી આગોતર મેળવી ગત રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ફાયરીંગ વિવાદમાં સપડાયેલા પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા હાજર તેઓની તાત્કાલીક ધોરણે બદલી કરી દેતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા થઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

શુ હતો તરસાલી રવિપાર્કનો ફાયરીંગ મામલો ?

સિમીત પ્રજાપતિએ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત વર્ષ 2019, 3 જૂન રાત્રે 9 વાગ્યાની આસપાસ સિમીત પ્રજાપતિ તેનો ભાઇ જમવા માટે ઘરે બેઠાં હતા. દરમિયાન તેમના પિતા મણીલાલભાઇ અમારા પાન ગલ્લા પર હતા. તેવામાં અચાનક બહાર ઝગડો થતો હોવાનો અવાજ આવતાં સિમીત અને તેનો ભાઇ ઘરની બહાર આવી ગયાં હતા. જ્યાં તેના પિતા સાથે કોઇ એક માણસ ઝગડો કરી ઝપાઝપી કરતો નજરે પડ્યો હતો. જેથી સિમીત તુરંતજ પહોંચી તે માણસને સમજાવતો હતો કે તમે મારા પિતા સાથે કેમ ઝગડો કરો છો?  તે સમયે એ ભાઇએ જણાવેલ કે તું કોણ બોલવાળો તું એક બાજુ જતો રહે તેમ કહી તેણે સિમીત સાથે પણ ઝપાઝપી કરી હતી.

ઝપાઝપીમાં પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમાએ તેમની પેન્ટમાંથી સર્વીસ રિવોલવર કાઢી સિમીત સામે તાંકી ઉપરા છાપરી 4 રાઉન્ડ ફાયર કરી દીધી હતી. ફાયરીંગમાં સિમીતને પહેલી ગોળી પેટમાં વાગી હતી. ત્યારબાદ તુરંત બીજી બે ગોળી પેટ અને જમણી જાંઘ પર વાગી હતી. જેથી સિમીતે તાત્કાલીક મકરપુરા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જોકે આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતએ વચન આપ્યું હતુ કે, સિમીત પ્રજાપતિની પણ પોલીસ ફરીયાદ લેવાશે અને આખરે 6 જૂન 2019ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વિવાદીત પીએસઆઇ શક્તિસિંહ ચુડાસમા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!