Press "Enter" to skip to content

માંજલપુરમાં ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગે MGVCLના કર્મચારીનો જીવ લીધો

  • માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેની ઘટના
  • ઉત્તરાયણના તહેવાર બાદ વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગો અને દોરી કાઢવાની કામગીરી કરવામાં આવી રહીં હતી.
  • ડી.પીમાં ફસાયેલી પતંગ કાઢતા સમયે એમજીવીસીએલના કર્મચારીને કરંટ લાગ્યો હતો.
  • હોસ્પિટલમાં લઇ જતા તબીબએ મૃતજાહેર કર્યા હતા

વડોદરા. ઉત્તરાયણના તહેવાર બાદ વીજ વાયરો અને ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગો તેમજ દોરી કાઢવાની કામગીરી એમજીવીસીએલના દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી. દરમિયાનમાં માંજલપુર સ્થિત ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવા જતા વીજ કર્મીને કરંટ લાગતા તેઓનુ મોત નિપજ્યું હતુ.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના પ્રતાપનગર સ્થિત વિશ્રામ બાગ આવેલા અમર એપાર્ટેમેન્ટમાં રહેતા અર્જુનભાઇ વાસુદેવભાઇ બેલાની (40) એમ.જી.વી.સી.એલમાં ફરજ બજાવતા હતા. ગુરૂવારે સવારે તેઓ માંજલપુર સ્થિત તુલસીધામ ચાર રસ્તા ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી કરી રહ્યાં હતા. તેવામાં અચાનક અર્જુનભાઇને કરંટ લાગતા પટકાયા હતા. જેથી તેમના સાથી કર્મીઓ તાત્કાલીક તેઓને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

હોસ્પિટલમાં લઇ સારવાર માટે લઇ જવાયેલા અર્જુનભાઇની તબીબીએ તપાસ કરતા તેઓને મૃતજાહેર કર્યા હતા. બનાવને પગલે માંજલપુર પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માંજલપુર પોલીસે બનાવને પગલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ છે.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!