Press "Enter" to skip to content

પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા કરાઇ રિક્ષામાં 75 કિ.મી દૂર પંચમહાલ લઇ જઇ સળગાવી દીધી હતી, પોલીસે 3ની ધરપકડ કરી

Last updated on January 18, 2020

  • વારસીયા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી માત્ર એક રિક્ષાવાળાની વાત પરથી ગણત્રીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો
  • હત્યારા અનીલ ઉર્ફે અન્નુની પત્ની અને મૃત્ક રૂષાંક વચ્ચે પ્રેમ સબંધો હતા.
  • કોર્ટમાં મુદત હોવાનુ જણાવી અનીલ રૂષાંકને પોતાની સાથે લઇ ગયો હતો
  • નશામાં ચુર હત્યારાઓએ ગુરૂવારે બપોરે રૂષાંકને દંડાના ફટકા મારી કિશનવાડીમાં હત્યા કરાઇ
  • હત્યારાઓએ રૂષાંકના મોતની ખાતરી કર્યાબાદ લાશને કોથળામાં નાખી હતી.
  • લાશનો નિકાલ કરવા અનિલ અને તેના સાગરીતોએ ભાડાની રિક્ષા કરી
  • અનાજ આપવા જવાનુ છે કહીં રિક્ષામાં બેસી અડદારા પહોંચ્યા
  • અડાદરા પાસેથી પેટ્રોલ ખરીદ્યું
  • વડોદરાથી પંચમહાલના વેજલપુર તરફના અડાદરા ગામે સૂકી કાંસમાં લાશ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.
  • રિક્ષા ચાલકની સતર્કતાએ પોલીસને હત્યારાઓ સુધી પહોંચાડ્યાં

વડોદરા. પંચમહાલના અડાદરા ગામેથી શુક્રવારે સવારે એક યુવાનની સળગી ગયેલી લાશ મળી આવી હતી. વડોદરામાં હત્યા કરી યુવાનની લાશને અડાદરા લાવી પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવી હતી. વારસીયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના આ ગુનામાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. જોકે મૃત્ક યુવાન અને હત્યારા અનીલ ઉર્ફે અન્નુની પત્ની વચ્ચે પ્રેમ સબંધ હોવાથી તેની હત્યા કરાઇ હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(વારસીયા પોલીસે ગણત્રીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી)

કિશનવાડી વુડાના મકાનમાં રહેતો રૂષાંક ઉર્ફે નંદુ રઘુનાથ માતવંકર અને અનીલ ઉર્ફે અન્નુ ભગવાનદાસ રાજપૂતની પત્ની વચ્ચે આડા સબંધો હતા. જે બાબતની જાણ અનીલને થઇ હતી. જેથી અનીલે તેના સાગરીત સુરેશ ઉર્ફે કાળીયો રમણભાઇ મારવાડી અને નગીન ઉર્ફે ટકલો ઉર્ફે ગાંધી પ્રભુદાસ પરમારની મદદથી રૂષાંકની હત્યાનો તખ્તો તૈયાર કરી નાખ્યો હતો. ગત તા. 16ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં અનીલ ઉર્ફે અન્નુ કોર્ટમાં મુદત હોવાની કહીં રૂષાંકને પોતાની સાથે લઇ ગયો હતો.

( આ રીતે રસ્તાની બાજૂમાં નાળામાં લાશ ફેંકી સળગાવી દીધી હતી)

બપોરે પોણા ત્રણ વાગ્યા સુધી રૂષાંક ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ મોબાઇલ પર સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો મોબાઇલ સતત બંધ આવતો હતો. તેવામાં અનીલના ઘરે તપાસ કરતા ઘર બંધ હતુ, જેથી આસપાસમાં પુછતાછ કરતા અનીલ રિક્ષામાં રૂષાંકને લઇ ગયો હોવાનુ જાણવા મળ્યું હતુ. જોકે મોડી રાત સુધી રૂષાંક ઘરે પરત ન આવ્યો હોવાથી પરિવાર ચિંતાતુર થઇ ગયો હતો.

(મૃત્ક રૂષાંકની તસ્વીર)

દરમિયાન સવારે 10 વાગ્યાના અરસામાં વારસીયા પોલીસને એક રિક્ષા ચાલકે જાણ કરી કે તેની રિક્ષામાં ગુરૂવારે રાત્રે કેટલાક શખ્સો એક કોથળો લઇને બેઠા હતા. અને પંચમહાલના વેજલપુર રોડ પાસેના અડાદરા સ્થિત કોથળો ફેંક્યો હતો. તેમજ રિક્ષામાં લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા. જેથી પોલીસ ઇન્સપેકટર એસ.એસ આનંદ સહીતનો સ્ટાફ રિક્ષા ચાલકને સાથે રાખી સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં રોડની બાજૂમાં સળગી ગયેલી એક લાશ જોવા મળી હતી. જેથી વારસીયા પોલીસે લાશની ઓળખ માટે રૂષાંકના પરિવારજનોને બોલાવતા ઓળખ છતી થઇ હતી.

યુવાનની હત્યા મામલે વારસીયા પોલીસે ગુનો નોંધી તેના હત્યારાઓની શોધખોડ હાથ ધરી હતી. તેવામાં અનીલ ઉર્ફે અન્નુ ઉર્ફે અન્નુ, સુરેશ ઉર્ફે કાળીયો અને નગીન ઉર્ફે ટકલોની કિશનવાડીમાંથી ધરપકડ કરી હતી. પોલીસે ઝડપી પાડેલા ત્રણેય હત્યારાઓની પુછતાછ કરતા અનીલ ઉર્ફે અન્નુની પત્ની સાથે રૂષાંકને પ્રેમ સબંધ હોવાથી તેની હત્યા કરાઇ હોવાનુ બહાર આવ્યું છે.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!