Press "Enter" to skip to content

BJP MLA મધુ શ્રીવાસ્વતને ગાળો આપનાર એટીએમનો વોચમેન નિકળ્યો, રાજુ ઓડેદરાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

  • ગત 5મી ફેબ્રુઆરીના રોજ મધુ શ્રીવાસ્વત અને પોરબંદરના રાજુ ઓડેદરાની ગાળા ગાળીનો ઓડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
  • ફોન પર ભગવાનને ગાળો આપતા રાજુ ઓડેદરા સામે વિજય યાદવે વડોદરા ક્રાઇમમાં ફરીયાદ નોંધાવી હતી.
  • મોબાઇલમાં ગુગલ કરી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મોબાઇલ નંબર મેળવ્યો હતો
  • રાજુ ઓડેદરા અમદાવાદ ખાતે એટીએમની બહાર વોચમેનની નોકરી કરે છે.
  • ભાજપ હોય કે કોંગ્રેસ 18 જેટલા નેતાઓ સાથેની વાતચિતના ઓડિયો વાઇરલ કર્યા છે: રાજુ ઓડેદરાએ
  • પાણીપુરા ઉપર પ્રતિબંધ લાદતા કુમાર કાણાની સાથેની પણ ઓડિયો ક્લિપ રાજુએ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી હતી
  • ક્રાઇમ બ્રાન્ચ રાજુ અડોદરા અને તેના સાગરીત સાગર પટેલની પણ ધરપકડ કરી

વડોદરા. વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્વત અને પોરબંદરના રાજુ અડોદરા વચ્ચે ગાળા ગાળીનો સંવાદ થયો હતો. જોકે આ વાતચિતની ઓડિયો ક્લિપ ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. ત્યારબાદ ધાર્મિક લાગણી દુભાતા વિજય યાદવ નામના શખ્સે ક્રાઇમ બ્રાન્ચમાં રાજુ અડોદરા સામે ફરીયાદ નોંધાવી હતી. જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે મધુ શ્રીવાસ્તવને મા બહેન સમી ગાળો આપનાર રાજુ ઓડેદરાની વિરમગામ સ્થિત મંડાલ ગામેથી ધરપકડ કરી છે. તથા રાજુના સાગરીત સાગર પટેલની પણ ધરપકડ કરી બન્નેને વડોદરા લાવવી તેઓની પુછતાછ હાથ ધરવામાં આવી છે.

બનાવ સંદર્ભે ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, ગત 7મી ફેબ્રુઆરીના રોજ આજવા રોડ ભાગ્ય લક્ષ્મી ટાઉનશીપમાં રહેતા વિજય યાદવે ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવી હતી કે, પોરબંદરના રાજુ ઓડેદરા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ગાળા ગાળીનો ઓડિયો વાઇરલ થયો હતો. જેમાં ભગવાન વિશે અપશબ્દો બોલતા રાજુ ઓડેદરાને ફોન કરી તમે ભગવાન વિશે કેમ ખરાબ બોલો છે, કહેતા તે વિજય પર ઉશ્કેરાયો હતો. ધાર્મિક લાગણી દુભાઇ તેવા અપશબ્દો ભગવાન વિશે બોલવા લાગ્યો હતો. તેમજ વિરામગામનો સાગર પટેલ પણ ફોન પર બેફામ અપશબ્દો બોલતો હતો.

વધુમાં તેઓએ જણાવ્યું કે, રાજુ ઓડેદરા અને સાગર પટેલે ભગવાન વિશે અપશબ્દો બોલતા વિજય યાદવની ધાર્મિક લાગણી દુભાતા તેણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવી હતી. જે સંદર્ભે રાજુ ઓડેદરાના મોબાઇલ નંબરના આધારે તેની તપાસ કરતા છેલ્લુ લોકેશન અમદાવાદનુ મળ્યું હતુ. તેમજ જાણવા મળ્યું કે રાજુ અમદાવાદ સ્થિત એટીએમના વોચમેન તરીકે નોકરી કરે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. જોકે આ ઘટના બાદ રાજુએ પોતાનો ફોન બંધ કરી દેતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેની સતત શોધમાં હતી. ત્યારે આજે વહેલી સવારે રાજુ ઓડેદરાને વિરમગામના મંડાલ ગામેથી ઝડપી પાડવામા આવ્યો હતો. તેમજ તેના સાગરીત સાગર પટેલની પણ ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

More from CrimeMore posts in Crime »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!