Press "Enter" to skip to content

ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મેસેન્જર મર્જ કરવા વિચારણા, પાયલોટ પ્રોજેકટ ટૂંકા ગાળામાં લોન્ચ થવાની શકયતા

વડોદરા. જાણીતી સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક દ્વારા ઇન્સ્ટાગ્રામ મેસેન્જર અને વોટ્સએપ એપ્લિકેશનને મર્જ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. પાયલોટ પ્રોજેકટ ટૂંકા ગાળામાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે.

ફેસબુક દ્વારા તાજેતરમાં વોટ્સસપ ટેક ઓવર કરવામાં આવ્યું હતું. જે સૌથી મોટા ટેક ઓવર તરીકે માનવામાં આવી રહ્યું હતું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફેસબુક દ્વારા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના મેસેન્જરને મર્જ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. બન્ને માધ્યમ સાથે જોડાયેલા લોકો એપ્લિકેશન મર્જ થયા બાદ એક જ મેસેન્જર થકી તેમના ફ્રેન્ડ્સ સાથે ચેટ કરી શકશે. આ અંગેનો પાયલોટ પ્રોજેકટ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. ફેસબુક દ્વારા યુઝર્સની સરળતા ખાતર નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. જો આ પ્રોજેકટ સફળ રહે તો ફેસબુક , ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ લિંક કરવાની દિશામાં કામગીરી આગળ વધી શકે છે.

More from BusinessMore posts in Business »
More from EntertainmentMore posts in Entertainment »
error: Content is protected !!