fbpx Press "Enter" to skip to content

વારસિયા રોડ પર ધર્મના નામે છેતરપીંડીનો ધંધોઃ બગલા મુખીના ગુરૂજી પ્રશાંત ઉપાધ્યાય સામે 21.80 લાખની છેતરપીંડીનો ગુનો નોંધાયો

 • વારસિયા રીંગ રોડ પર બગલા મુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિર આવેલુ છે
 • બગલા મુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના ગુરૂજી પ્રશાંત ઉપાધ્યાયના કાળા કારનામાનો ચીઠ્ઠો આખરે ખુલ્યો
 • ધંધામાં ખોટ જતા ફેકટરી માલિકને બગલામુખી યંત્ર અને શ્રીયંત્ર બનાવી આપવાના બહાને રૂ. 21.80 લાખનો ચુનો ચોપડ્યો
 • યંત્રમાં સોનુ નાખવાનુ કહીં અનુયાઇયો પાસેથી સોનુ અને લાખોની રોકડ રકમ પડાવતો
 • મંદિરમાંથી પુરૂષોને બહાર કાઢી સ્ત્રીઓને રાખતો
 • સ્ત્રીઓના કપડા બદલવાની જગ્યાએ પણ આ પાખંડી બાવાએ સીસીટીવી લગાડી રાખ્યાં
 • બાવો મંદિરમાં આવતા અનુયાઇયોને કહેતો અમારે ત્યાં હવન ભરો બધુ બરાબર થઇ જશે
 • વડોદરા સહીત હાલોલમાં રહેતા અનેક લોકો પાસેથી આ રીત બાવાએ સોનુ અને લાખોની રોકડ રકમ પડાવી
 • કામ ન થતાં રૂપિયાની ઉઘરાણી કરતા ફેક્ટરી માલિકને પાખંડી પ્રશાંત ઉપધ્યાયે ધમકી આપી કે, મારી વિરૂદ્ધ કંઇ કરશો તો મારી પાસે ઘણી છોકરીઓ છે કેસ કરાવી ફીટ કરાવી દઇશ
 • વારસીયા પોલીસે આ પાખંડી ગુરૂજી સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો

વડોદરા. વારસીયા રીંગ રોડ પર આવેલા બગલા મુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના ગુરૂજી ડો. પ્રશાંત ઉપાદ્યાયના કાળા કરતુતોનો આખરે ભાંડો ફુટ્યો છે. ગુરૂજીના નામે ઓળખ ધરાવતા આ પાખંડી બાવાએ યંત્રમાં સોનુ નાખવા અને હવનના નામે દેવામાં ડૂબેલા ફેકટરી માલિક સાથે રૂ. 21.80 લાખની છેતરપીંડી કરી હતી. આ મામલે વારસિયા પોલીસે બગલા મુખી મંદિરના ડો. પ્રશાંત ઉપાધ્યાય (ગુરૂજી) સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી દત્તકૃપા સોસા.માં રહેતા અને બાસ્કા સ્થિત કાસ્ટીંગ મશીનરી પાર્ટસની ફેકટરી સંચાલક દેવરાજભાઇ ભાનુભાઇ પંડ્યાએ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતુ કે, વર્ષ 2014માં મંદી આવતા ધંધામાં ઘણી મોટી ખોટ ગઇ હતી. ધંધામાં નુકશાની થતાં બે કોરડનુ દેવુ થઇ ગયું હતુ. જેથી તેઓ સતત ચિંતામાં રહેતા હતા. દરમિયાન તેમના મિત્ર કિંજલભાઇને ધંધામાં પડેલી બે કરોડની ખોટ અંગે વાત કરતા વર્ષ 2014માં તેઓએ વારસિયા સ્થિત કલાવતિ હોસ્પિટલની બાજમાં આવેલા બગલા મુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના ગુરૂજી ડો. પ્રશાંત ઉપાધ્યાય સાથે ભેટો કરાવ્યો હતો.

ગુરૂજી ડો. પ્રશાંતે દેવરાજભાઇને વિશ્વામાં લઇ જણાવ્યું કે, અમારે ત્યાં હવન ભરો બધુ બરાબર થઇ જશે. ત્યારબાદ આ પ્રશાંત ફેકટરી માલિકના ઘરે અને બાસ્કા સ્થિત ફેકટરીની મુલાકાત લઇ કહ્યું હતુ કે, તમારી આર્થિક પરિસ્થિત અને ધંધાને સરખો કરવા માટે હું કહું ત્યાં મારા દ્વારા સિદ્ધ કરેલા યંત્રો મુકવા પડશે. જેથી દેવરાજભાઇ નિયમીત મંદિરે હવન ભરવા લાગ્યા હતા. પ્રશાંત મંદિરમાં હવન કરવાનુ શરૂ કર્યું અને કહ્યું કે, તમારે ઘરનુ સોનુ આપવુ પડશે, જે સોનાથી હું યંત્રો બનાવી આપવાના બહાને રૂ. 12 લાખ પડાવી લીધા હતા. તેમજ અલગ અલગ હવન કરવાના નામે રૂપિયા ત્રણ લાખ લીધા હતા. આ ઉપરાંત મંદિરમાં ચાલતા રામરોટી અન્નક્ષેત્રમા દર મહિના રૂ. 15 હજાર એક વર્ષ સુધી અપાવ્યાં હતા.

આટલુ કરતા આ ગુરૂજી પ્રશાંતનુ પેટ ના ભરાયું તો ફેકટી માલિક પાસે મંદિરમાં શનીદેવની મૂર્તિ તથા મહાદેવની મૂર્તિ અને તેના ગુંબજ માટે માર્બલ તેમજ અન્ય વિધી અને પૂજાના ખર્ચ પેટે રૂ. 5 લાખ મળી કુલ રૂ. 21,80,000 પડાવી લીધા હતા. વર્ષ 2016માં ફેકટરી માલિકની આર્થિક પરિસ્થિતિમાં કોઇ ફેરફાર ન થતાં તેઓએ ગુરૂજીને જાણા કરી, જેથી પ્રશાંતે કહ્યું થઇ જશે થોડો સમય લાગશે, પરંતુ આજ દિન સુધી ફેકટરી માલિકના ધંધામાં કોઇ ફર્ક ન આવતા તેઓએ ગુરૂજીને આપેલા રૂપિયા પાછા માગ્યા હતા. જેથી આ ઠગબાજ ગુરૂજીએ રૂપિયા પરત ન કરી છોકરીઓ પાસેથી કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.

આમ આ ઠગબાજ ગુરૂજી પ્રશાંત ઉપાધ્યાયએ શીયાબાગમાં રહેતા ભુમિકાબહેન ભગત તથા હાલોલના કલ્પનબહેન શાહ, હિતેશભાઇ સોની સહીત અનેક લોકો પાસેથી લાખોની રોકડ રકમ અને મોટી માત્રમાં સોનુ પડાવી લીધુ હોવાની ફરીયાદ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ છે. વારસિયા પોલીસે આ મામલે ઠગબાજ પ્રશાંત ઉપાધ્યાયને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

More from CrimeMore posts in Crime »

One Comment

 1. Vipul Purohit Vipul Purohit February 13, 2020

  Good updates and News

Comments are closed.

error: Content is protected !!