Press "Enter" to skip to content

પ્રેમદાસ જલારામ હોસ્પિટલને માં કાર્ડ ધારકોનુ ડાયાલિસિસ નહીં કરવા ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમે શા માટે સૂચના આપી ?

  • હરણી-વારસીય રીંગ રોડ પર આવી છે પ્રેમદાસ જલારામ હોસ્પિટલ
  • હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા માટે આવતા કેટલાક દર્દીઓએ ગંભીર બિમારીઓ અંગે તંત્રને ફરીયાદ કરી હતી.
  • ફરીયાદ મળતાં ગાંધીનગરની ઓરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી
  • હોસ્પિટલમાં ટીમ આવી હતી માં કાર્ડ ધારક દર્દીઓનુ ડાયાલિસિસ બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવા ચૂચના આપી છે, પણ પેઇડ ડાયાલિસિસ ચાલુ છેઃ સુપ્રિટેન્ડન્ટ દિપક દેસાઇ
  • અમને કોઇ ફરીયાદ મળી નથી અને અમે ચેકિંગમાં પણ ગયા નથીઃ સીડીએચઓ
  • આ હોસ્પિટલ માં કાર્ડની ઇમપેન્લમાં છે જ નહીઃ માં કાર્ડના કોર્ડીનેટર ચિરાગભાઇ

Chintan Shripali. હરણી-વારસીયા રિંગ રોડ ઉપર આવેલી ટ્રસ્ટ સંચાલિત પ્રેમદાસ જલારામ હોસ્પિટલ ઉપર મા કાર્ડ દ્વારા ડાયાલિસિસ કરાવવા માટે જાય છે. ત્યારે કેટલાક દર્દીઓને ડાયાલીસીસ કરાવ્યાં બાદ ગત ડિસેમ્બર મહિનામાં ગંભીર બીમારી થઇ હોવાની તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી.  જેથી ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી હતી. ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં સફાઇનો અભાવ જણાતા હોસ્પિટલ સંચાલકોને માં કાર્ડ લઇને ડાયાલિસિસ માટે આવતા દર્દીઓનું ડાયાલિસિસ બંધ કરવા સૂચના આપી હતી. જે સૂચનાના પગલે હોસ્પિટલ દ્વારા મા કાર્ડ દ્વારા ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓનું ડાયાલિસિસ બંધ કરવાની ફરજ પડી છે.

કિડનીના દર્દીઓને સમયાંતરે ડાયાલિસિસ કરવાનું હોય છે. ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસ મોંઘુ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ટ્રસ્ટ સંચાલિત પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવે છે. માં કાર્ડ ઉપર ડાયાલિસિસ કરાવવા માટે આવતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વાપરવામાં આવતા સાધનોનો એકથી વધુ વખત ઉપયોગ કરાતો હોવાથી દર્દીઓએ ઇન્ફેક્શનથી ગંભીર બીમારી થઇ હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગના ટોલ ફ્રી નંબર ઉપર કરી હતી. આ ઉપરાંત દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ હોવાની પણ ગંભીર ફરિયાદો કરી હતી. દર્દીઓની ફરિયાદોને ગંભીરતાથી લઇ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ થોડા દિવસ પહેલા વડોદરા પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ચેકિંગ માટે આવી પહોંચી હતી.

ગાંધીનગર ટીમ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન હોસ્પિટલમાં સાફ-સફાઇનો અભાવ જણાયો હતો. આ ઉપરાંત મા કાર્ડ લઇને ડાયાલિસિસ માટે આવતા દર્દીઓના જે મશીન દ્વારા ડાયાલિસિસ કરવામાં આવતું હતું. તે મશીનની પણ તપાસ કરી હતી. તપાસ બાદ આરોગ્ય વિભાગની ટીમે દર્દીઓ દ્વારા જે ગંભીર બીમારીના આક્ષેપો કર્યાં છે. તે આક્ષેપોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મા કાર્ડ ધારક દર્દીના ડાયાલિસિસ બંધ રાખવા પ્રેમદાસ જલારામ હોસ્પિટલના સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.

જોકે હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે આવતા માં કાર્ડ ધારક  કેટલાક દર્દીઓને એચઆઇવી જેવી ગંભીર બિમારી થઇ હોવાની પણ વાતો ઉઠી છે, પરંતુ આ વાતને હજી સુધી કોઇ સત્તાવર સમર્થન મળ્યું નથી.

આ મામલે ourvadodaragujarati.com દ્વારા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દિપક દેસાઇ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, આ વાતો પાયાવિહોણી છે. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ચેકિંગ માટે હોસ્પિટલમાં આવી હતી. અને સાફ સફાઇ રાખવામાં માટે સૂચના આપી હતી. આ ઉપરાંત ગાંધીનગરની આરોગ્ય ટીમે માં કાર્ડ ધારકોના ડાયાલીસીસ જ્યાં સુધી બીજી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા જણાવ્યું છે. જેથી અમે મા કાર્ડ ધારક દર્દીઓના ડાયાલિસિસ બંધ કર્યાં છે. આ ઉપરાંત અમારી હોસ્પિટલમાં પેઇડ ડાયાલિસિસ માટે આવતા દર્દીઓનુ ડાયાલીસીસ કરવાનુ તો ચાલુ જ છે.

આ બાબતે વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર તિલાવ સાથે પણ ટેલિફોનીક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમને પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે આવતા દર્દીઓ તરફથી કોઇ ફરિયાદો મળી નથી. અમે આ હોસ્પિટલમાં કોઇપણ પ્રકારની તપાસ પણ કરી નથી.

તેમજ વડોદરા જિલ્લા પંચાયત કચેરીમાં સ્થાન ધરાવતા માં કાર્ડના કોર્ડીનેટર ચિરાગભાઇ સાથે વાત તેમણે જણાવ્યું કે, જલારામ હોસ્પિટલ તો માં કાર્ડની ઇમપેનલમાં જ નથી.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!