Press "Enter" to skip to content

તમારા બાળકના ક્લાસરૂમનો પંખો સલામત છે ? બ્રાઇટ-ડે સ્કૂલમાં ત્રિજા ધોરણના વિદ્યાર્થીના માથે ચાલુ ક્લાસે પંખો પડ્યો, 2ને ઇજા

  • વાસણ-ભાયલી રોડ પરની બ્રાઇટ-ડે સ્કૂલમાં આજે સવારે બનેલી ઘટનાથી વાલીઓ અને સંચાલકોમાં દોડધામ
  • ચાલુ ક્લાસે સીલિંગ પંખો પડતા બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ઇજા પહોંચતા વાલીઓ રોષે ભરાયા
  • તગડી સ્કૂલ ફી વસુલતી શાળાઓના વિદ્યાર્થીઓની સલામત અને સુરક્ષા સામે સાવલો ઉભા થયા
  • જિલ્લા શિક્ષણ વિભાગે સમયંતરે સ્કૂલોમાં ઇન્સપેકશન કરવુ જરૂરી બન્યું છે.

વડોદરા. શહેરના વાસણા-ભાયલી રોડ પરની બ્રાઇટ-ડે સ્કૂલમાં ચાલુ ક્લાસે સીલિંગ ફેન પડતા બે વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માથાના ભાગે ઇજા પહોંચતા 8 જેટલા ટાંકા આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ તગડી ફી વસૂલતી સ્કૂલોની બેદરકારી સામે આવતા શાળા સંચાલકો સામે વાલિયોએ ભારે રોષ ઠાલવ્યો હતો. જોકે આ પ્રકારની ઘટના અન્ય સ્કૂલોમાં ન બને તે માટે જિલ્લા udentશિક્ષણ વિભાગ સમયંતરે સ્કૂલોમાં નિયમીત ઇન્સપેકશન કરવાની જરૂર છે.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, વાસણા-ભાયલી રોડ આવેલી બ્રાઇટ-ડે સ્કૂલના ત્રીજા ધોરણના ક્લાસ રૂમમાં આજે સવારે અચાનક સીલિંગ ફેન પડ્યો હતો. સીલિંગ ફેન પડતાની સાથેજ નિચે બેઠેલા ધ્રુમેશ ચેતલિયા નામના વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ અન્ય એક વિદ્યાર્થીને પણ ઇજા પહોંચતા બન્નેને શાળા સંચાલકો અને શિક્ષકો તાત્કાલીક સારવાર અર્થે ખાનદી હોસ્પિટલમાં લઇ ગયા હતા. દરમિયાન થોડા સમય બાદ ઇજાગ્રસ્ત વાલીઓને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલીક હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતા.

તેમજ બ્રાઇટ-ડે સ્કૂલમાં અભ્યાસ કરતા અન્ય નાના ભૂલકાઓના વાલીઓને પણ આ બનાવની જાણ થતાં તેઓ ચિંતત થઇ ઉઠ્યાં હતા. સીલિંગ ફેન વિદ્યાર્થી ઉપર પડવાના ગંભીર બનાવને પગલે વાલીઓ રોષે ભરાતા શાળા સંચાલકોનો બેદરકારી ગણાવી હતી. સમગ્ર ઘટનાને શાળા સંચાલકોએ અકસ્માત ગણાવી આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે પૂરતી તકેદારી રાખવાની વાલીઓને ખાતરી આપી હતી. તેમજ આ ઘટના કંઇ રીતે તેની તપાસ અર્થે સંચાલકો દ્વારા ત્રણ વાલીઓની તપાસ સમિતિ બનાવવાની વાત કરી છે.

આ પ્રકારના કિસ્સા શાળા સંચાલકો અને વાલીઓ માટે પણ આંખ ઉઘાડવા સમાન છે. આટલી મોટી બેદરકારી ફરી ન બને તે ધ્યાન રાખવાની જવાબદારી પણ સંચાલકોની છે. હવે વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગે પણ આવી ઘટના બન્યા બાદ શહેરની બીજી શાળાઓની પણ યોગ્ય તપાસ કરવી જરૂરી હોય તેમ લાગી રહ્યું છે.

More from EducationMore posts in Education »
More from LiveMore posts in Live »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!