Press "Enter" to skip to content

વડોદરા શહેરમાં 500થી વધુ મગરોનો વસવાટ, આવતીકાલથી ગ્રામ્ય વિસ્તારમાં મગરની ગણતરી શરૂ

  • વડોદરા એશિયાનુ એક માત્ર શહેર જ્યાં માનવ વસ્તી વચ્ચે મગરો પણ વસવાટ કરે છે
  • વિશ્વામિત્રી નદીમાં અત્યાર સુધી સૌથી મોટો 15.5 ફૂટનો મગર જોવા મળ્યો છે
  • વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સહીતની સંસ્થાઓ દ્વારા વિશ્વામિત્રી નદીમાં મગરોની ગણતરી કરવામાં આવી
  • દેણા ગામ પાસેથી શહેરમાં પ્રવેશી તલસટ ગામ સુધીનો વિશ્વામિત્રીની નદીને 10 ઝોનમાં વેચી ગણતરી કરાઇ
  • જીપીએસ લોકેશન પ્રમાણે મગરોની વસ્તી ગણતરી કરી પુરાવા રૂપે ફોટા પાડવામાં આવ્યાં
  • 3 ફૂટથી વધુના મગરોનો ગણત્રીમાં સમાવેશ કરાયો
  • વિશ્વામિત્રી નદી સહીત નાના-મોટા તળાવમાં રહેતા મગરોની પણ ગણતરી કરાઇ
  • આવતિકાલથી વડોદરા રૂલરમાં મગરોની ગણતરી હાથ ધરવામાં આવશે

વડોદરા. મગરોની નગરી તરીકે ઓળખ ધરાવતુ વડોદરા એશિયાનુ એક માત્ર શહેર છે, જ્યાં માનવ વસ્તી વચ્ચે આટલા મોટા પ્રમાણમાં માસ પ્રજાતીના મગરો પણ વસવાટ કરે છે. વર્ષ 2015માં વન વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 370 જેટલા મગરો નોંધાયા હતા. જોકે પાંચ વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ અંગે શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સંચાલક અરવિંદ પવારે ourvadodaragujarati.com સાથે વાત કરતા જણાવ્યું કે, વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સહીત શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા વડોદરામાં મગરોની ગણતરી ગત શનિવારથી શરૂ કરવામાં આવી હતી. મગરોની નગરી તરીકે ઓળખતા વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ માસ પ્રજાતિના મગરો જોવા મળે છે. વર્ષ-2015માં પણ મગરોની ગણત્રી કરવામાં આવી હતી. ત્યારે મગરોની સંખ્યા 370 જેટલી નોંધવામાં આવી હતી. ગત વર્ષ-2019માં આવેલા પૂરના કારણે મગરોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

વધુમાં તેઓએ જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સહીત શહેરની અનેક જીવદયા સંસ્થાઓની મદદથી સવાર અને રાત્રીના સમયે મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા શહેરને દેણાથી તલસટ સુધી 10 ઝોનમાં વેચવામાં આવી હતી. મગરોની વસ્તી ગણતરી રાતના સમયે પણ કરવામાં આવી હતી. શિયાળાની ઋતુમાં મગરો સુર્ય સ્નાન કરવા માટે નદી કિનારે અને તળાવના કિનારે આવતા હોય છે. તે દરમિયાન ગણતરી કરતી ટીમો દ્વારા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. અને રાત્રીના સમયે પાણીની અંદર બેટરી દ્વારા મગરની ગણતરી કરવામાં આવી હતી.

તેઓએ ઉમેર્યું કે, આજે મગરોની ગણતરી વડોદરા શહેરમાં પૂર્ણ થઈ છે, ત્યારે ગત શનિવારથી મંગળવાર સુધીમાં અંદાજીત 500 ઉપરાંત મગરો વિશ્વામિત્રી નદી અને શહેરના તળાવોમાં હોવાની શક્યતાઓ છે. જોકે આવતીકાલથી વડોદરાના રૂરલ વિસ્તારોના તળાવમાં મગરોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ મગરોની વસ્તી કેટલી છે તેનો ચોક્કસ આંકળો બહાર પાડવામાં આવશે.

અરવિંદ પાવરે એવુ પણ જણાવ્યું કે, નર મગર વધુમાં વધુ 20 ફુટની લંબાઈ સુધી વધે છે, નર મગરનુ અંદાજીત વજન 1000થી 11,075 કિગ્રા જેટલુ હોય છે. માદા મગરોની સંખ્યા ખૂબ ઓછી જણાઇ છે, માદા મગર ભાગ્યે જ 3 મીટર એટલે કે (9.8 ફૂટ લંબાઇ) ને વટાવે છે. તેને એસ્ટુઅરિન મગર, ઇન્ડો-પેસિફિક મગર, દરિયાઈ મગર અથવા અનૌપચારિક રીતે ખારા તરીકે પણ ઓળખવામાં આવે છે.

More from Featured StoryMore posts in Featured Story »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!