Press "Enter" to skip to content

વાઘોડીયાના ફાર્મ હાઉસને બુટલેગરોએ ગોડાઉન બનાવ્યું, એક ટ્રક ભરાય એટલો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો

  • વાઘોડીયાના ડુંડેલા ગામના એક ફાર્મ હાઉસમાં દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી
  • વાઘોડીયા પોલીસ અને જિલ્લા એલ.સી.બીએ ફાર્મ હાઉસમાં રેઇડ કરતા દારૂનુ આખુ ગોડાઉન મળી આવ્યું
  • વિવિધ બ્રાન્ડની લાખોની કિંમતનો દારૂનો જથ્થો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી
  • ફાર્મ હાઉસમાંથી અંદાજીત રૂ. 22 લાખની કિંમતની 461 દારૂની પેટીઓ પોલીસે કબજે કરી
  • પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી, બે મુખ્યસૂત્રધારો ફરાર

વડોદરા. શહેર નજીક ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો વિપુલ માત્રમાં દારૂનો જથ્થો સંતાડી રાખી શહેરમાં ઘૂસાડવાનુ નેટવર્ક ચલાવી રહ્યાં છે. ત્યારે વાઘોડીયા પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા એલ.સી.બીને સાથે રાખી વાઘોડીયાના ડુડેલ ગામના ફાર્મ હાઉસમાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે તપાસ કરતા દારૂનુ આખુ ગોડાઉન મળી આવતા એક ટ્રક ભરીને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબજે કરાયો હતો. પોલીસે સ્થળ પરથી એક શખ્સી ધરપકડ કરી જ્યારે અન્ય બે મુખ્યસૂત્રધારોની શોધખોળ હાથ ધરી છે.

(આ ફાર્મ હાઉસનો દારૂના ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હતો)

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેર નજીક આવેલા વાઘોડીયા સ્થિત ડુંડેલા ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દારૂનુ મોટા પાયે કટીંગ થઇ રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે વાઘોડીયા પોલીસ અને જિલ્લા એલ.સી.બીએ ફાર્મ હાઉસમાં સંયુક્ત રેઇડ કરી હતી. પોલીસે ફાર્મ હાઉસમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની અંદાજીત 461 દારૂની પેટી મળી આવી હતી. ફાર્મ હાઉસમાંથી પોલીસે દિપક શરદ જયસ્વાલની ધરપકડ કરી હતી.

(આ રીતે ફાર્મ હાઉસના દરેક રૂમમાંથી દારૂની પેટીઓ મળી આવી)

ફાર્મ હાઉસના દરેક રૂમમાં પોલીસે તપાસ કરતા દારૂની જૂદી જૂદી બ્રાન્ડની પેટીઓનો જથ્થો જોવા મળ્યો હતો. આટલી વિપુલ માત્રમાં દારૂનો જથ્થો જોઇ પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. દારૂનો જથ્થો એકત્ર કરનાર મેહુલ કહાર અને વિપુલ ચાવડને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા છ મહિનામાં વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રીજી વખત પોલીસે દારૂનુ ગોડાઉન ઝડપી પાડ્યું છે. તેમ છતાં બુટલેગરો બેફામ બની અન્ય રાજ્યોમાંથી દારૂ લાવી શહેરમાં સપ્લાય કરી રહ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.

More from CrimeMore posts in Crime »
error: Content is protected !!