Press "Enter" to skip to content

ઉત્તરાયણના 24 કલાકમાં બે લોકોના મોત, પતંગ ચગાવતા દોરો પગમાં વિંટળાઇ જતા યુવક ધાબા પરથી નિચે પટક્યો

  • સવારે સયાજીપુરા સ્થિત બંસીધર હાઇટ્સના સાતમાં માળેથી નિચે પટકાતા 16 વર્ષીય કિશોર મોતને ભેટ્યો હતો
  • મોડી સાંજે જૂના પાદરા રોડ પરની શિવ નિકેતન સોસા.ની ઘટના
  • પતંગ ચગાવી રહેલા યુવકના પગમાં દોરો વિંટળાઇ જતા ધાબા પરથી નિચે પટકાયો હતો

વડોદરા. શહેરમાં ઉત્તરાયણના પર્વે 24 કલાકમાં બે લોકોના ધાબા પરથી પટકાતા મોત નિપજ્યાં છે. જેમાં સવારે સયાજીપૂરા સ્થિત બંસીધર હાઇટ્સના સાતમાં માળેથી 16 વર્ષીય કરણ રાઠોડ નિચે પટકાતા તેનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજી તરફ મોડી સાંજે જૂના પદારા રોડ પર રહેતા 45 વર્ષીય યુકના પગમાં પતંગ ચગાવતી વેળાએ દોરો વિંટળાઇ જતા ધાબા પરતી પટકાતા તેનુ કરૂણ મોત નિપજ્યું હતુ.

મળતી માહિતી અનુસાર, શહેરના જૂના પાદરા રોડ પરની શિવ નિકેતન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય નાગેન્દ્ર જાંદર મોડી સાંજ પોતાના ઘરની છત પર પતંગ ચગાવી રહ્યાં હતા. દરમિયાન છત પર પડેલા પતંગની દોરીનો ગુચ્ચો તેમના પગમાં વિંટળાઇ ગયો હતો. જોકે પતંગની દોરી પગમાં વિટળાઇ જતા તેઓ એચાનક ધાબા પરથી ધડાકાભેર નિચે પટકાયા હતા. જેથી તેઓના માથાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતુ.

આમ છેલ્લા ચોવીસ કલાસમાં શહેરના સયાજીપૂરા બંસીદર હાઇટ્સમાં રહેતા 16 વર્ષીય કરણ રાઠોડ અને 45 વર્ષીય નાગેન્દ્ર જાંદરનુ મોત નિપજ્યું હતુ. ઉત્તરાયણ પર્વે જ ઉપરોક્ત બન્ને બનાવને પગલે પરિવારમાં શોકમાં ગરકાવ થયો હતો.બનાવને પગલે ડે.પી રોડ પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

More from Featured StoryMore posts in Featured Story »
error: Content is protected !!