Press "Enter" to skip to content

Vocal for local: વડોદરાના રીક્ષાચાલકના પુત્ર પ્રતિક જયસ્વાલે બનાવી નિઃશુલ્ક ગ્રૂપ વિડીયો કોલિંગની ROOBAROO એપ (જુઓ વિડીયો)

  • ROOBAROO વિડીયો કોન્ફરન્સ એપ પર 70 જણાં ગ્રૂપ મિટીંગ કરી શકે છે.
  • હાલ માત્ર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર એપ્લિકેશન કાર્યરત છે.
  • ટૂંક સમયમાં ios અને વેબસાઈટ પણ શરૂ કરવાની પ્રતિકની યોજના.

વડોદરા. વાઘોડિયા રોડ પર રહેતાં રીક્ષાચાલકના પુત્ર અને બી.ટેક કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનાર પ્રતિક જયસ્વાલે 70 વ્યક્તિ ગ્રૂપ મિટીંગ કરી શકે તેવી નિઃશુલ્ક વિડીયો કોન્ફરન્સ એપ ROOBAROO બનાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ગુગલ પ્લેસ્ટોર પરથી ROOBAROO ડાઉનલોડ કરીને તેનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકાય છે.

પ્રતિક પ્રવિણભાઈ જયસ્વાલે અવર વડોદરા ગુજરાતીને જણાવ્યું હતું કે, લોકડાઉનના સમયમાં મિત્રોને મળી શકાતું નહોતું. ગુગલ અને ઝૂમનો ઉપયોગ થતો હતો. ત્યારે મને આવી એપ્લિકેશન ડેવલોપ કરવાનો વિચાર આવ્યો હતો. કોરોનાને કારણે રૂબરૂ મળવું શક્ય નહોતું તેથી એપ્લિકેશનનું નામ ROOBAROO રાખીને મેં કામ શરૂ કર્યું હતું.

વધુમાં ઉમેર્યું કે, આશરે ચારેક માસમાં આ એપ્લિકેશન ડેવલોપ કરી જેની પાછળ અંદાજે પાંચેક હજારનો ખર્ચો થયો હતો. લગભગ પંદરેક દિવસ પહેલાં પ્લેસ્ટોરમાં એપ્લિકેશન અપલોડ કરી છે. કોઈપણ વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકે છે. એપમાં સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે..

પ્રતિકે જણાવ્યું કે, હાલ માત્ર એન્ડ્રોઈડ ફોન પર જ ROOBAROO કોન્ફરન્સ કોલિંગ એપનો ઉપયોગ કરી શકાય છે. ટૂંક સમયમાં ios પ્લેટફોર્મ અને વેબસાઈટના માધ્યમથી પણ ROOBAROO ઉપલબ્ધ થશે.

More from Featured StoryMore posts in Featured Story »

Comments are closed.

error: Content is protected !!