Press "Enter" to skip to content

વડોદરા કોરોના અપડેટ – 123 કોરોના પોઝિટીવ કેસ, 2 મોત – 214 દર્દીઓની હાલત ગંભીર (વાંચો VMC સત્તાવાર બુલેટીન)

  • કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- સુભાનપુરા, ગોરવા, વાઘોડીયા રોડ, ગોત્રી, સમા, આજવા રોડ, છાણી, નિઝામપુરા, રાજમહેલ રોડ, અકોટા, હરણી રોડ, વડસર, નવાપુરા, માણેજા, મકરપુરા, આર.વી.દેસાઈ રોડ, માંજલપુર, ફતેપુરા, પાણીગેટ, વાડી, અટલાદરા, વી.આઈ.પી. રોડ
  • ગ્રામ્યઃ કરજણ, ડભોઈ, કાયાવરોહણ, શિનોર, પાદરા, ફર્ટીલાઈઝરનગર, રણોલી, બાજવા, કરચીયા, કરોડીયા

વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 123 પોઝિટીવ કેસ નોંધાયા છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2391 સેમ્પલમાંથી 123 કોરોના પોઝિટીવ અને 2268 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8308 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 145 કરવામાં આવ્યો છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1611 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1397ની હાલત સ્ટેબલ છે, જ્યારે 159 ઓક્સિજન પર અને 55 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 214 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

છેલ્લાં 24 કલાકમાં 42 સરકારી હોસ્પિટલ ખાતેથી, 41 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 14 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 97 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6552 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3869 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 05 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3874 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!