Press "Enter" to skip to content

હે ગરુડ-રાજ, હે વીર આપ જો મને વાહન સ્વરૂપે પ્રાપ્ત રહો અને મને પોતાના અસવાર તરીકે સ્વીકાર થવાની કૃપા કરો! – ડો. મીતલ મકરંદની કલમે

Last updated on August 2, 2020

કશ્યપ ઋષિની, ૨૯માનિ એક પત્ની ‘કદરૂ’ –  એ એક અતિ-શક્તિશાળી, નાગ-કન્યા હતી અને તેના અને કશ્યપ – ઋષિના ૧૦૦૦ સર્પ પુત્રો હતા! ‘કદરૂ’ ને એવો ભય હતો કે બ્રહ્માંડના તેજ જેને સેવી રહ્યા છે, એવું ‘વિનાતા’નું થનાર સંતાન ચોક્કસ એક વીર શક્તિશાળી, અને તેજસ્વી હશે! ઈર્ષ્યાથી ભયભીત… તેણે મનોમન એક યોજના ઘડી, યોજના પ્રમાણે તેણે ‘વિનાતા’ને, સમુદ્ર-મંથનમાંથી પ્રાપ્ત થનાર ચમત્કારિક અશ્વનો રંગ કેવો હ્શે ધોળો!? કે સંપૂર્ણ કાળો કે કાળી પૂછડીવાળો શ્વેત અશ્વ!?? આવી ચર્ચામાં ઉતારી, અને પછી ધીરે-ધીરે, ‘કદરૂ’, ‘વિનાતા’ને એ ચર્ચાથી, શરત તરફ દોરી ગઈ! જે શરત હારે એ અન્યનું ગુલામ બનીને રહે એમ નક્કી થયું!!

સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત પાંખોવાળો – ‘ઉચેશ્ર્વા’ નામનો અશ્વ – સફેદ દૂધ જેવો હતો પણ કદરૂએ છળથી, પોતાના ૧૦૦0 સર્પ-સંતાનોનું ઝેર તેની પૃછા પર ઓકાવી પૂંછડીનો રંગ કાળો કરી નાખ્યો!! વિનાતા શરતમાં હારી અને ક્દરૂની ગુલામ બની…! બોલો છે…ને? એકદમ રોચક વાર્તા….. સમયાંતરે પેલા કોસ્મિક ઈંડામાંથી જે જીવ ઉત્તપન્ન થયો, તેના તેજથી દેવોની આંખો અંજાઈ ગઈ, તેના તાપથી અગ્નિ-દેવ ધ્રૂવા લાગ્યા અને તેની વિરાટ -જાજરમાન દેહ કાયથી દેવરાજ ઇન્દ્રને અસલામતીનો ભાવ થઇ આવ્યો! અને વિષ્ણુ પણ અચમ્બિત સ્તબ્ધ!!

આ તત્વ કોણ છે !!? તેના આશ્ચર્ય-ચર્ચાના રહસ્ય પરથી, વાયુદેવે ઋષિ કશ્યપ અને વિનાતા પુત્ર – વીર ‘ગરૂડ’નો પરિચય આપ્યો. ગરૂડ છળનો શિકાર બનેલ પોતાની માતાને ગુલામીની કેદમાંથી મુક્ત કરાવવા વ્યાકૂળ થયો! સાવકી-મા ‘કદરૂ’ અને સાવકા સર્પ ભાઈઓ, પાસે આજીજી કરવા ગયો અને ત્યાં, તેમણે ‘વિનાતા’ની-મુક્તિ સામે, સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થનાર, મોક્ષ-પ્રવાહી ‘અમૃત’ (ઇન્ડોનેશિયન ભાષામાં ‘અમેરતા’) ની માંગણી મૂકી, હિન્દી ફિલ્મના મજબૂર હીરોની માફક.. હવે આ સુપર યોદ્ધા ‘ગરૂડા’ની દેવો અને દાનવો વચ્ચેથી અમૃત ઉડાવી લઇ જવાની સંઘર્ષ યાત્રા શરુ થઇ…..

જે પેહલા પોતે પોતાની કેદ-માતા ‘વિનાતા’ સાથે, એક નાનકડી મુલાકાત અને આશીર્વાદની ઈચ્છા વ્યક્ત કરી. આ મુલાકાત દરમ્યાન… માતાએ પુત્ર ગરુડને કહ્યું કે “હે વીર પુત્ર, તારા લ્ક્ષ્યપ્રાપ્તીના માર્ગમાં એટલું યાદ રહે કે અગ્નિ,વાયુ અને ચન્દ્ર તારા રક્ષક અને ઉર્જા શ્રોત છે, તારા પિતા ‘ક્શ્યપ’ છે, જેથી તારું કુળ બ્રાહ્મણ છે! આમાંથી કોઈપણ પર તારી શક્તિનો પ્રયોગ અ-યોગ્ય હશે! સર્પો તારો ખોરાક છે, એવી..જ રીતે અન્ય જનાવરો પણ! ખૂબ નીતિથી, આ લક્ષ્ય-વેધમાં તારો વિજય થજો….”!

અશ્વ-હાથી-નાગ-કુર્મ-દૈત્યોનો સંહાર કરતો ‘ગરુડા’ એક નીડર અને વિજયી યોદ્ધા પેઠ, પોતાની માતાની શિખામણ પ્રમાણે મંથન પર્વતની ટોચ પર પોહોંચવા લાગ્યો! સમુદ્રના પેટાળમાં અમૃત-કુંભનું રક્ષણ કરતાં નાગનો પણ તેને સંહાર કર્યો અને હવે આં કુંભ તેનો હતો! ગરૂડની ત્વરા, તાકાત અને તેજથી અંજાઈ વિષ્ણુએ તેને રોકી, તેના આ શક્તિ-સ્વરૂપને વંદન કરતા… તેને દંડવત વિનંતી કરી કે “હે ગરુડ-રાજ, હે વીર આપ જો મને વાહન સ્વરૂપે પ્રાપ્ત રહો અને મને પોતાના અસવાર તરીકે સ્વીકાર થવાની કૃપા કરો !! તો હું મારા કાર્ય-ચક્રોની ગતિમાં એક નિશ્ચિત બળ મેળવીશ …” વાંચતા રહો OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
error: Content is protected !!