Press "Enter" to skip to content

બાલીના કુતા વિસ્તારમાં દિવસ પસાર કર્યા બાદ રાત્રે આપ અચૂક બોલી પડશો… ”બ્યુટીફૂલ બાલી” – ડો. મીતલ મકરંદની કલમે

બ્યુટીફૂલ બાલીના શબ્દસ્ફરીઓ, આપનું બાલીના કુતા વિસ્તારની રોચક શબ્દસફરમાં સ્વાગત છે. કુતા વિસ્તારના ‘ગરૂડા ક્ન્ચના વિષ્ણુ-પાર્ક’ અને બ્રહ્મા-વિષ્ણુ મહેશ -મંદિર- ‘ઉલુવાતું’ની શબ્દ સફર બાદ હવે આપણે વિહાર કરવો છે શહેર-કુતાના.. ‘ડ્રીમ્ઝ મ્યુઝીયમમાં’….!!

ડ્રીમ્ઝ એટલે સ્વપ્ન અને ખરેખર સ્વપ્નમાં જેમ આપણે પોંહચી જૈયે છીએ તેમ અહીં પણ વિશ્વની વિવિધ અજાયબ પ્રાણી-પ્રકૃતિ વચ્ચે,આપ-પોંહચી જશો અને આશ્ચર્ય વચ્ચે આ ક્ષણને યાદગાર બનાવવા ફોટો પણ લઇ શકશો ! આધુનિક ટેકનોલોજીના યુગમાં, નવી પેઢીને ધ્યાનમાં રાખીને અદભૂત યુ-વી લાઈટીંગ, અને ચિત્રકામ દ્વારા મનોરંજનમાં આકર્ષક અને આશ્ચર્યજનક લાગે એવા થ્રી-ડી સેટ્સ, અને ‘ગ્રાફીકસ-લોકેશન’ તૈયાર કરવામાં આવ્યા છે! જે જોનારને ઇલ્યુઝન (ભ્રમણા)માં લઇ જાય છે, આ ઇંટરેકટીવ-આર્ટ ગેલરીમાં, આપ રમી શકો છો અને તમારી અંદરના ફોટોગ્રાફરને ક્લિક્સ કરવાથી રોકી નહી શકો.

અહી આપ અન્ડર-વોટર, પ્રાકૃતિક લેન્ડસ્કેપસ સાથે એઝ-રીયલ એડવેન્ચરસ અને અન્બીલીવેબ્લ પોઝ, લઇ શકો છો! કોરીયન અને ઇન્ડોનેશિયન કલાકારોના સંયુક્ત કળા-કસબથી તૈયાર કરવામાં આવેલ આ અદભૂત ‘થ્રીડી-જંક્શન’માં આપ ‘વેનિસથી ઈજીપ્ત’ અને ‘ઇન્ડોનેશિયાથી એમઝોન’ ફરી શકો છો ! રસીલા ફળોની મોનાલીસા તો દાઢી કરતાં….વાનગોગ હારે જીવંત થઇ શકો છો ! ૧૨૦ ઉત્કૃષ્ટ આર્ટ-નમૂનાની પેશ્કાશમાં, આપ એક પછી એક ખોવાતા..જ જશો !

ટુરીસ્ટ માટે દરેક મ્યુરાલ અને ચિત્રકામની સામે પૂરતી માહિતી અને કેમેરા ગોઠવવાની વિગત અંકિત કરેલ છે, જેથી મુલાકાતી ખૂબ..જ સરળતાથી પોતાનો શ્રેષ્ઠ ફોટો-પોઝ લઇ શકે! મ્યુઝીયમના અંતે, આપ સુવીનીયર શોપ અને અહીંના ફૂડ-કોર્ટની જાણીતી, પાઈનેપલ-કેક અચૂક ચાખી શકો છો! તમે જો સવારના આ મ્યુઝીયમમાં ગયા છો તો બ્હાર આવશો ત્યારે સાંજ થવા આવશે અને પછી ‘ઇટ્સ રાઈટ ટાઈમ ટૂ મીટ ધ સન’ – ‘સનસેટ ટાઈમ’.

સેમીયાક-બીચ અથવા કુતા-બીચ, આ બંનેમાંથી કોઈ પણ, આ મ્યુઝીયમથી ૧૨ મીનીટના ડ્રાઈવ-અંતર પર આવેલ છે, તે આપ માણી શકો છો! બાલીના કુતામાં ૩૦ ડીગ્રી ઉપર તાપમાન રેહતું નથી, અને એથી તાપમાન વધે તો વાદળ સૂરજને તરત ઠંડા કરી નાખે છે!! અને વરસાદ પણ ગમે એટલો જોશમાં લાગે પણ ૧૫ મિનીટથી વધુ હોય નહિ, એટલે બીચનું વાતાવરણ મોહક હોય છે.

કવિતા લખનાર અને જીવનાર બન્નેયને પંક્તિ મળી જાય છે! આખાય દિવસના- ‘સાઈટ-સીન’નો થાક, બીચની સ્નિગ્ધ રેતીમાં ઓગળી જાય છે અને ડૂબતા સૂરજની લાલીમાં, જીવનના થાકનો જામ બનાવીને ગટગટાવી જાય છે. આપ જો રેટ્રો પ્રેમી છો તો ગાઈ ઉઠશો ”સાગર સે, બેહતા જામ…. જામ મેં – ડૂબ ગઈ યારો મેરી.. જીવનકી હર શામ…”

આમ એક દિવસ આપ બાલીના -કુતા વિસ્તારમાં પસાર કરી શકો છો, રાત્રે હોટલ પર પાછા ફરતા આપ અચૂક બોલી પડશો…”બ્યુટીફૂલ બાલી” વાંચતા રહો – OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
error: Content is protected !!