Press "Enter" to skip to content

‘તાન્હા લોટ’ મૂળ બલીનીઝ ભાષામાં ‘તેન્ગાહ લોડ’ એટલે કે પાણીની અંદર – ”બ્યુટીફૂલ બાલી” ડો. મીતલ મકરંદની કલમે

કુતા વિસ્તારના દરિયા કિનારાની મઝા એ છે કે, આ વિસ્તારમાં, દરિયાની બે વિરુદ્ધ દિશામાં દરિયા મધ્યે મંદિર આવેલા છે અને બેઉ અતિશય હરિયાળા નયનરમ્ય અને ‘સનસેટ’ના આગવા નજારા માટે જાણીતા છે. એક મંદિર જેની વાત આપણે કરી ચૂક્યા તે છે – ‘ઉલુવાતું’ અને બીજુ કુતાથી ઉત્તરપૂર્વિય દિશામાં- ૨૦ કિલોમીટરે આવેલ – ‘તાન્હા લોટ’ મૂળ બલીનીઝ ભાષામાં ‘તેન્ગાહ લોડ’( એટલે કે પાણીની અંદર) – જેની વાત આજે કરીશું.

‘ડાંગ હ્યાંગ દ્વિજેન્દ્ર’,નામનો બ્રાહ્મણ સાધુ એ બાલીમાં હિંદુધર્મના પ્રસાર-પ્રચાર માટે મુખ્ય-મૂર્તિ મનાય છે, ‘જાવા- દ્વીપ’ પર તેમણે દેવાલયો અને કર્મકાંડનો પાયો નાખ્યો ! ૩ એકરમાં પથરાયેલા અને આકારમાં પોપટ જેવા દેખાતા આ શિખર પર દ્વિજેન્દ્રએ તપ કર્યું, તપમાં લીન રેહતા ધીરે ધીરે આ પત્થર દરિયા મધ્યે આવી ગયો અને તેના તપની ઉર્જાથી સંચિત આ ખડકને  સમુદ્ર હમેશાં, ‘પાદ’-સ્પર્શ કરતો રહે છે…! તેવી સ્થાનીક માન્યતા છે…! આ મંદિર તાન્હા- લોટ, -બેરબાન ગામની પાસે છે.આ ગામને તાન્હાલોટની પવિત્ર -કૃપા  સતત મળતી રહે છે અને પાક-સમૃદ્ધિ અખંડ રહે છે!

એક લોક વાયકા એવી છે કે આ ગામના રાજા ‘બેન્ડેસાને’, આ પત્થર પર તપ કરનાર, જોગીની લોક-પ્રશષતીથી ઈર્ષ્યા થવા લાગી અને તેણે ‘દ્વીજેન્દ્ર’ને આ જગા છોડી દેવા કહ્યું. દ્વિજેન્દ્રએ આ પત્થરને છોડતા પેહલા કહ્યું કે રાજાએ ત્યાં મંદિર નિર્માણ કરાવી આપવું પડે..! રાજાએ તેની ઈચ્છા પૂર્ણ કરી અને દ્વીજેન્દ્રએ આ મંદીરની રક્ષાના દ્વારપાળ, તરીકે સર્પો રાખ્યા…જે માછલી જેવા દેખાવના અને કાળા-પીળા પટ્ટાવાળા, હતા. આજે પણ આ સર્પો અહીં જોવા મળે છે !

મંદિરની હયાતી ૧૬મિ સદીના નિર્માણની સાક્ષી પુરાવે છે. ૧૯૮૦માં આ પત્થર પૂર્ણ ઘસારો પામશે એવી સમ્પૂર્ણ ખાતરી કર્યા બાદ, જાપાનીઝ સરકારની મદદથી હાલ હયાત ‘તન્હા લોટ’નું તળિયું -કૃત્રિમ રીતે તૈયાર થયેલ છે ! આ જગાથી એક અત્યંત ફોટોજેનિક સ્પોટ દેખાય છે અને તે છે ‘બાતુ બોલોંગ’- પથ્થરની દીવાલ, વચ્ચે પાણીના ઘસારાથી, ખવાઈ જવાના કારણે, પત્થરનો નાનકડો ‘બખોલ-બ્રીજ’ બન્યો છે..

આ રમણીય દ્રશ્ય પૂર્વે આંખોને ઠરે તેવા હારબંધ ચોખાના ખેતરો નજરે ચઢે છે અને જેની લીલોતરી અને માટોડી વર્ણ આંખોને અજાયબ ઠંડક અર્પે છે! અહીં મંદિર પરિસરની બ્હાર નાનકડું ‘આર્ટ-માર્કેટ’ છે, જે આપને ખરીદી માટે ઘણું આકર્ષક લાગશે ! અહીં એક વાનગી અચૂક ચાખવા જેવી છે અને એ છે ‘જાજા-કેલેપોન’ કેલાપા એટલે કોપરું અને ‘જાજા’ એટલે પામનુ ફળ, જે ખાંડ સાથે કોપરમાં રગદોળીને બનાવવામાં આવતી એક પારંપરિક મીઠાઈ છે….!

‘સૂર્ય-મડળ’ નામના ઓપન એર-થીયેટરમાં આપ સાંજે મંદિર છોડતા પેહલા અદભૂત સાંસ્કૃતિક, નૃત્ય પ્રસ્તુતિ જોઈ શકશો! ચાલવનું અને ચઢાણ, ખાસું પથરાળ હોવાથી, આપ સ્પોર્ટ્સ શુઝ ..જ પેહરો એ વધુ હિતાવહ છે!! ઢોંળાવ ચાલીને જ્યારે ટોચથી, દરિયાની નજર તમને જોશે, અને પવનની લ્હેરખી  પોંખી લેશે, ત્યારે રોમે – રોમ બોલી પડશે ….  “બ્યુટીફૂલ બાલી”, વાંચતા રહો- OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
error: Content is protected !!