Press "Enter" to skip to content

ઇન્ડોનેશિયામાં ભીમપુત્ર ‘ઘટોતગચ્ચ’ -એક સુપર હીરો છે – ”બ્યુટીફૂલ બાલી” ડો. મીતલ મકરંદની કલમે

ઇન્ડોનેશિયામાં ભીમપુત્ર ‘ઘટોતગચ્ચ’ -એક સુપર હીરો છે ! અને એના સુપર હીરો હોવા પાછળ -બાલીનીઝ-વર્ઝન ઓફ મહાભારતની અવિસ્મરણીય ‘ઘટોતગચ્ચ’ની સાહસ અને સંસ્કાર કથાઓ છે! બાલીના -કુતા વિસ્તારમાં, એરપોર્ટથી શહેરના પ્રવેશ દરમ્યાન,૫૦૦ મીટરના અંતરે, આંખે ઉડીને વળગે, એવું, અલભ્ય ઘટોતગચ્ચ અને કર્ણનું મહાભારતના કુરુક્ષેત્ર – યુદ્ધ દ્રશ્યનું એક સુન્દર શિલ્પ-ચિત્ર, આંખોમાં ભરી આપ કેમેરામાં પણ અચૂક સાચવી લેશો !

સફેદ પત્થરમાંથી ૧૯૯૩માં, ક્ન્ડારેલ આ શિલ્પ એક જીવંત દર્શનીય આકર્ષણ ધરાવે છે. આ શિલ્પથી બાલીમાં એક સુરક્ષા-આસ્થા અને પવિત્રતાની લાગણી જોડાયેલી છે. પાત્રોના ભાવ અને શિલ્પની મોહકતા માટે આપને શિલ્પીના હાથ ચૂમી લેવા પ્રેરે, બાલીની ખાસિયત..જ એ છે કે બાલી આવા ઘણા શિલ્પ-સ્થાપત્યોની વરદાન ભૂમિ છે. તેમના કૌશલ્ય અને કલાનો નજારો એકથી એક માણવા અને બિરદાવવા યોગ્ય છે! જો આપ એક શિલ્પ-કળાકાર જીવ છો, તો આ નગરીની મુલાકતની એક ‘સ્ટડી-ટૂર’ તો બને છે બોસ!

‘ઘટોતગચ્ચ’ પાંડવ -રાજ્યમાં ઘટોતગચ્ચ એ વાયુ-સુરક્ષાદળનો સેનાપતિ હતો ! ‘રાક્ષસી-હિડમ્બા’ અને ભીમના આ સંતાન પાસે કરેસમેટીક શક્તિઓ હતી જેનો ઉપયોગ પિતા ભીમની મદદ સારું આ યુદ્ધમાં પોતે કર્યો. કૌરવ-સેનામાંથી કર્ણની સામે, પોતાના દૈવી શસ્ત્રથી ઘટોતગચ્ચ જયારે પ્રહાર કરે છે, ત્યારે કર્ણના બાણથી પોતે પરાસ્ત અને મૃત્ય પામે છે, હવે કર્ણ- અર્જુન પ્રત્યક્ષ થાય છે અને અર્જુન સમક્ષ ઉપયોગ માટે કોઈ..જ  દૈવી હથીયાર કર્ણ પાસે નથી, એટલે અર્જુન દ્વારા કર્ણ પરાસ્ત થઇ શક્યો…! આ યુદ્ધમાં આમ વીરતા અને બલીદાનની કડી બનનાર ઘટોત્ઘચ્ચને ઇન્ડોનેશિયા સન્માનથી યાદ કરે છે! અહીં એ એક આદર્શ અને ગુણવાન પુરુષ તરીકે પ્રેરણા અને પૂજમૂર્તિ છે.

‘ઘટોતગચ્ચ’ નામના અહીં હિંદુ અને ચુસ્ત નમાઝી મુસલમાન ભાઈઓ આપને મળી રેહશે. આ એ દેશ છે જ્યાં ધર્મ અને સન્સ્કૃતિ નોખા છે, રામાયણ અને મહાભારત એ એમની સંસ્કૃતી છે જયારે વિશ્વમાં, ઇસ્લામ-ધર્મ પાળનારો સૌથી મોટો સમુદાય ઇન્ડોનેશિયામાં વસે છે. ‘બાલી’- ઈન્ડોનેશિયાની સંસ્કૃત અને હિંદુ નગરી છે, અહીં અન્ય ઘણા પૌરાણિક-પાત્રોના નામ ધરાવતા લોકો આપને મળી આવશે જેમકે શીંતા(સીતા), ભીમા,સાવિત્રી, મારુતિ, સરસ્વતી, નંદિની, અંગીતા, અર્જુના, હનોમાન, શિખંડી…. ચુસ્ત સંસ્કૃત શબ્દોનો ઉપયોગ અહીની ભાષામાં ખૂબ છે.

સંસ્કૃતમાં ‘ઘટ’નો અર્થ છે, ઘડો / કુંભ અને ‘ઉત્ક્ચ’ એટલે જેને વાળ નથી…વાળ-વિનાનો અને ઘટ જેવા માથાવાળો આ વીર ઇન્ડોનેશિયાનો અમર-પુરુષ છે. ઇન્ડોનેશિયન પારંપરિક પપેટ -કળા, આજે પણ અહીં જીવંત છે અને નવી પેઢીમાં, ઘટોતગચ્ચ…ડિજિટલ, એનિમેશનના પ્રસાર-માધ્યમથી પણ જીવંત છે! ઘટોતગચ્ચ એક અત્યંત બુદ્ધિશાળી, તેજસ્વી, નિષ્ઠાવાન, કાર્યનિષ્ઠતા દક્ષ આદર્શ પાત્ર છે.  ‘પાતુંગ-સાતરિયા’- ઘટોતગચ્ચ’ (Statue of Warrior Ghatot-gacha) જેવા અન્ય પાત્ર-શિલ્પો, આપ દક્ષિણ બાલીમાં ‘પાંડવ-બીચ’ ખાતે જોઈ શકો છો. વાંચતાં  રહો બ્યુટીફુલ બાલી..  @ OUR VADODARA GUJARATI

(ઉપરોક્ત શ્રેણી આ પૂર્વે ગોલીબાર પબ્લિકેશન્સના ચંદન ચક્રમ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ ગઇ છે.)

More from Beautiful BaliMore posts in Beautiful Bali »
error: Content is protected !!