fbpx Press "Enter" to skip to content

વડોદરા/ ગોત્રી હોસ્પિટલમાં વધુ 120 બેડનું લોકાર્પણ – વધુ 130 બેડની સુવિધા ઉભી કરવા ડો. રાવનું સૂચન

  • કોરોના પોઝિટીવ આંકડો કૂદકે ભુસકે વધી રહ્યો છે ત્યારે આગામી સંકટને પહોંચી વળવા માટે આયોજ
  • સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે વધુ 500 બેડની સુવિધા ઉભી કરાઇ
  • એસ.એસ.જી હોસ્પિટલમાં 100 ICU બેડ 50 વેન્ટિલેટર સાથે તૈયાર કરાયા
  • ઓ.એસ.ડી ડો. વિનોદ રાવે આજે ગોત્રી મેડિકલ કોલેજ સહીત સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
(ગોત્રી હોસ્પિટલ ખાતે 120 બેડનું લોકાર્પણ કરવા ગયેલા ડો. વિનોદ રાવ)

વડોદરા. કોરોના પોઝિટીવ કેસનો આંકડો રોજબરોજ વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં સંકટને પહોંચી વળવા માટે ગોત્રી હોસ્પિટલ ખાતે વધુ 120 બેડનું લોકાર્પણ કરાયું હતું.

ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાને પહોંચી વળવા માટે ગોત્રી કોવિડ હોસ્પિટલની હયાત 250 બેડની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે ચોથા માળે તૈયાર કરાયેલાં વધુ 120 બેડનું  આજે ખાસ અધિકારી ડો. વિનોદ રાવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વધુમાં ઉમેર્યું કે, ડો. રાવે જરૂર જણાય તો આગામી દિવસોમાં પાંચમા માળે બીજા 130 બેડની સુવિધા ઉભી કરવા સુચન કર્યું હતું. આમ આગામી 15 દિવસમાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં કુલ 500 બેડ કાર્યરત થશે. આ ઉપરાંત, ચોમાસામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા ગ્રાઉન્ડ ફ્લોર પર ઇમર્જન્સી વિભાગમાં 20 બેડનું આઈ.સી.યુ. પણ ઉભું કરવાની જાહેરાત કરી હતી. આ તમામ બેડ ઓક્સિજન તથા સક્શનનો પોઈન્ટ રાખવામાં આવ્યા છે.

એકંદરે, આગામી દિવસોમાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં પથારી મળી રહેશે.

More from LiveMore posts in Live »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!