fbpx Press "Enter" to skip to content

વડોદરા / ટીમ Earthen India એ બનાવી 100 ટકા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા (જુઓ વિડીયો)

  • અણીશુદ્ધ ઇકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમામાં કોઈપણ પ્રકારના કેમિકલનો સ્હેજપણ ઉપયોગ કરાયો નથી
  • આ ઇકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા 2થી 3 કલાકમાં પાણીમાં ઓગળી જાય છે.

વડોદરા. શહેરની ટીમ Earthen India દ્વારા 100 ટકા અણીશુદ્ધ ઇકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રતિમામાં કોઈપણ પ્રકારના કેમિકલનો સ્હેજપણ ઉપયોગ કરાયો નથી.

કોરોના મહામારીના સમયમાં ઘરમાંથી બહાર નિકળવું જોખમી બન્યું છે ત્યારે લોકોની ભક્તિ અને આસ્થા સાચવવા સાથે, પ્રકૃતિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 100 ટકા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા શહેરની ટીમ Earthen India દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Earthen India માટીમાંથી બનેલી અને કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર બનાવાયેલી ટેરાકોટા વાસણો, દિવા વગેરે પ્રોડક્ટ્સને સપોર્ટ કરે છે. આ વર્ષે ટીમ Earthen India દ્વારા 100 ટકા ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે. આવી શરૂઆત કરવાનું મુખ્ય કારણે એ છે કે, પીઓપી અને બીજા કેમિકલયુક્ત ચીજવસ્તુઓથી બનેલી ગણેશ પ્રતિમાના વિસર્જનથી પ્રકૃતિને નુકસાન પહોંચે છે.

પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આસ્થાળુઓ ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા ઘરે બિરાજીત કરતાં હોય છે પરંતુ, બજારમાં મળતી મોટાભાગની ઇકો-ફ્રેન્ડલી પ્રતિમામાં માટીના ઉપયોગ ઉપરાંત કેમિકલવાળા કલર લગાવવામાં આવે છે. એકંદરે, માટીની હોવા છતાં કેમિકલવાળા કલરને કારણે આ પ્રતિમા વિસર્જીત કરાય છે ત્યારે પ્રકૃતિને નુકસાન પહોંચે છે.

ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખીને ટીમ Earthen India દ્વારા 100 ટકા ઇકો – ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી છે. નેચરલ માટી અને નેચરલ રંગોના ઉપયોગથી બનાવવામાં આવેલી આ પ્રતિમા પાણીમાં 2થી 3 કલાકમાં ઓગળી જાય છે અને બાદમાં ઓગળેલી માટીમાં છોડ પણ ઉગાડી શકાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ટીમ Earthen India દ્વારા વડોદરામાં ઇકો-ફ્રેન્ડલી પ્રતિમા સેફ્ટી સાથે હોમડિલીવરી આપવાની પણ પહેલ કરવામાં આવી છે.

More from Featured StoryMore posts in Featured Story »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!