Press "Enter" to skip to content

કોવિડ – 19ની પરિસ્થિતિને પગલે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સનાં ડિપ્લોમા કોર્ષની પ્રવેશ કાર્યવાહી મોકૂફ

  • વોકલ, ઇન્સ્ટ્રુમેન્ટ, ડાન્સ અને ડ્રામાના ડિપ્લોમા કોર્ષની પ્રવેશ કાર્યવાહી અંગે તા. 31 જુલાઈ બાદ નિર્ણય લેવાશે – ડીન પ્રભાકર દાભાડે

વડોદરા. કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપ્લોમાં પ્રથમ વર્ષની પ્રવેશ કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે.

ડીન પ્રભાકર દાભાડેના જણાવ્યા પ્રમાણે, ફેકલ્ટીમાં વોકલ, ઇન્સ્ટ્રુમેન્ટ, ડાન્સ અને ડ્રામા વિભાગમાં ચાલતાં ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ફોર્મ તા. 15 જુલાઈ સુધી આપવામાં આવતાં હતાં અને ભરેલાં ફોર્મ લેવામાં આવતાં હતાં. આ કાર્યવાહી હાલની કોવિડ – 19ની પરિસ્થિતિને અનુલક્ષીને મોકૂફ રાખવામાં આવી છે. તા. 31 જુલાઈ બાદ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પ્રવેશ કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

More from EducationMore posts in Education »
error: Content is protected !!