Press "Enter" to skip to content

ઓનલાઈન શિક્ષણના નામે બેફામ ફી ઉઘરાવતાં શાળા સંચાલકોને હાઈકોર્ટની ફટકાર – વાલીઓને રાહત

  • સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી શાળા સંચાલકો ફીની માંગણી કરી શકે નહીં.
  • ફી અંગે વાલી પર દબાણ કરનાર શાળા સંચાલકો સામે DEO પગલાં ભરે.
(પ્રતિકાત્મક તસવીર)

વડોદરા. કોરોના સંક્રમણ કાળમાં ઓનલાઈન શિક્ષણના નામે વાલીઓનાં ખિસ્સા ખાલી કરનારા શાળા સંચાલકોને હાઈકોર્ટે ફટકાર આપી છે. એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી શાળા સંચાલકો ફીની માંગણી કરી શકે નહીં.

મજબૂત રાજકીય પીઠબળ ધરાવતાં શિક્ષણ માફીયાઓ દ્વારા કોરોના સંક્રમણના સમયમાં પણ વાલીઓના ખિસ્સા ખાલી કરવાની વૃત્તિ પર રોક લગાડવામાં આવી નહોતી. વિદ્યાર્થી શાળાએ આવી શકે તેમ ના હોવાથી ઓનલાઈન શિક્ષણના નામે શાળા સંચાલકો દ્વારા મનસ્વિપણે ફી ઉઘરાવવાનું શરૂ કરાયું હતું. જેને પગલે રાજ્યભરના વાલીઓમાં રોષ વ્યાપી ગયો હતો. કેટલાંક વાલીઓએ શાળા સંચાલકો દ્વારા ઉઘરાવાતી ફી અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.

વાલીઓની અરજીની સુનાવણી થતાં ગુજરાત હાઈકોર્ટે બેફામપણે ફી ઉઘરાવતાં શાળા સંચાલકોને ફટકાર આપી હતી. હાઈકોર્ટ સ્કૂલ ફી મામલે આજે સૌથી મોટી રાહત આપી હતી કે, સ્કૂલો ખુલે નહીં ત્યાં સુધી શાળા સંચાલકો ફીની માંગણી કરી શકે નહીં. જે વાલીઓએ ફી ભરી દીધી હોય, શાળાઓ શરૂ થાય ત્યારબાદ સંચાલકો એ ફી સરભર કરી આપવાની રહેશે તેમજ જો શાળા સંચાલકો ફી ભરવા વાલીને દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના રહેશે.

એકંદરે, કોરોના કાળમાં આર્થિક ભિંસ અનુભવી રહેલાં વાલીઓને હાઈકોર્ટે રાહતનો શ્વાસ લેવાની તક આપી છે.

More from EducationMore posts in Education »

Comments are closed.

error: Content is protected !!