Press "Enter" to skip to content

વડોદરા/ મ.સ. યુનિ.ની ઓનલાઈન પરીક્ષાના તઘલગી નિર્ણયના વિરોધમાં વી.સી.નું પૂતળાં દહન (જુઓ વિડીયો)

  • પૂર્વ તૈયારીઓ કર્યા વગર યુનિ. દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ.

વડોદરા. મ. સ. યુનિ. દ્વારા ઓનલાઈન પરીક્ષાનો તઘલગી નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ પ્રદર્શન કરી, વી.સી. પરીમલ વ્યાસનાં પૂતળાંનું દહન કરાયું હતું.

એન.એસ.યુ.આઈ. વડોદરાનાં પ્રેસિડન્ટ વીર પટેલના જણાવ્યા પ્રમાણે, મ. સ. યુનિવર્સિટી દ્વારા છેલ્લાં બે મહિનાથી ઓનલાઈન પરીક્ષાનું માળખું તૈયાર કરવામાં આવી રહ્યું હતું. પરંતુ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર મોક ટેસ્ટ રાખવામાં આવ્યો જે નિષ્ફળ નિવડ્યો છે. યુનિ. સત્તાધિશો શા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે?

ઓનલાઈન પરીક્ષાની યોગ્ય તૈયારીઓ નહીં કરવા માટે જવાબદાર સંસ્થા કે અધિકારીને નોટીસ પાઠવવાની માગણી સાથે વધુમાં ઉમેર્યું હતું કે, યુનિ. તંત્ર ઓનલાઈન પરીક્ષા લઈ શકતી નથી આ ઉપરાંત, પરિણામ, પ્રવેશ પ્રક્રિયા, યુઝર આઈડીને ઘણા બધામાં નિષ્ફળ નિવડ્યા છે.

More from EducationMore posts in Education »

Comments are closed.

error: Content is protected !!