Press "Enter" to skip to content

વડોદરામાં યુવક રોનિત જોષીએ કોરોના સામેની જંગના સેનાપતિ OSD ડો. વિનોદ રાવનું સ્કેચ બનાવ્યું

  • ધો. 12માં અભ્યાસ કરતાં રોનીત જોષીએ 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે.
  • રોનિતે બનાવેલું સ્કેચ નિહાળી ડો. વિનોદ રાવ હરખાયાં.

વડોદરા. 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર યુવક રોનિત જોષીએ કોરોના સામેની જંગમાં વડોદરાના સેનાપતિ તરીકેની ભૂમિકા ભજવનાર ડો. વિનોદ રાવનું સ્કેચ બનાવ્યું છે. આજે તેણે સ્કેચ સુપરત કરતાં ડો. વિનોદ રાવ, અનોખી રીતે તેમની કામગીરીને બિરદાવવામાં આવ તે બદ્દલ હરખાયા હતાં.

સર્જનાત્મક વૃત્તિ ધરાવતો રોનિત રાજેશ જોષી ડ્રોઈંગ, કલરીંગ, ગણિતના કોયડા ઉકેલવા, પત્તાનો જાદુ, ક્યુબ સોલ્વ કરવા, આંખ પર પાટા બાંધી વસ્તુઓ ઓળખવી વગેરે બાબતો અંગેના વિડીયો સોશિયલ મિડીયામાં પોસ્ટ કરે છે. તે નિઃશુલ્ક ઓનલાઈન ક્યુબ પણ શિખવાડે છે. તેણે લોકડાઉનના 105 દિવસ દરમિયાન વ્રજરાજકુમાર મહારાજ, જેઠાલાલ, અમિતાભ બચ્ચન, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી સહિતના મહાનુભાવોના સ્કેચ બનાવ્યા હતાં.

કોરોના મહામારીના સમયમાં વડોદરામાં નિયુક્ત થયેલાં OSD ડો. વિનોદ રાવ સતત કાર્યરત રહેતાં હોવાથી રોનિત જોષીએ તેમનું સ્કેચ બનાવ્યું હતું. આજે રોનિતે સ્કેચ ડો. રાવને સુપરત કર્યું હતું. તેમજ પોતાની સર્જનાત્મકતાનું નિદર્શન કરતાં તેણે ડો. રાવની સમક્ષ આંખે પાટા બાંધીને ક્યૂબ સોલ્વ કરવાની તરકીબ રજૂ કરી હતી.

More from Featured StoryMore posts in Featured Story »

Comments are closed.

error: Content is protected !!