Press "Enter" to skip to content

વડોદરા/ ગોત્રી હોસ્પિટલની માફક સયાજી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ માટે વિડીયો કોલની સુવિધાનો પ્રારંભ

  • દર્દીને વિડીયો કોલ સુવિધા પૂરી પાડવા 30 અદ્યતન મોબાઈલ ફોન વસાવવામાં આવ્યા.
  • કોવિડની સારવાર લઈ રહેલાં દર્દીઓ સ્વજનો સાથે વિડીયો કોલના માધ્યમથી સંપર્કમાં રહેશે.

વડોદરા. ગોત્રી હોસ્પિટલની માફક સયાજી હોસ્પિટલમાં પણ કોવિડના દર્દીઓ વિડીયો કોલના માધ્યમથી સ્વજનોના સંપર્કમાં રહી શકે તેવી સુવિધાનો આજે પ્રારંભ કરાયો છે.

વિડીયો કોલની સુવિધા ગોત્રી હોસ્પિટલના કોવિડ વિભાગમાં કાર્યરત છે એવી જાણકારી આપતાં સલાહકાર ડો. મીનુ પટેલે જણાવ્યું કે સયાજી હોસ્પિટલમાં તેની ખૂબ જરૂર વર્તાતી હતી. આ બાબત ડો વિનોદ રાવના ધ્યાને મૂકતા તેમણે તુરત જ આ સુવિધા શરૂ કરવા સૂચના આપી હતી. જેના પગલે ગઇકાલે બે દાખલ દર્દીઓને સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક સાથે વિડિયો કૉલિંગ થી વાત કરાવી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધા માટે તેમજ કોવિડ વિભાગમાં થી મહાનગર પાલિકાને,રાજ્ય સરકારને અદ્યતન માહિતી થી વાકેફ રાખવા માટે અને સયાજી હોસ્પિટલના જ અન્ય વિભાગો સાથે માહિતીના રિયલ ટાઈમ સંકલન માટે કુલ 30 જેટલા અદ્યતન એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વસાવવામાં આવ્યાં છે.

વધુમાં જણાવ્યું કે, દર્દીઓના સ્વજનો હોસ્પિટલના ઇન્ફોર્મેશન સેન્ટર ખાતે થી દરરોજ બપોરના 12 થી 2 અને સાંજના 6 થી 8 ના સમય દરમિયાન સારવાર હેઠળના કુટુંબીજન સાથે વિડિયો કૉલની આ સુવિધા થી દૃશ્ય શ્રાવ્ય સંપર્ક કરી શકશે અને એમની ખેરખબર પૂછી શકશે. ગોત્રી હોસ્પિટલમાં પણ 15 મોબાઈલ સેટની મદદ થી આ સેવા આપવામાં આવી રહી છે.

ડો.બેલીમે જણાવ્યું કે હોસ્પિટલના ઇન્ફોર્મેશન સેન્ટર ખાતે એક ડોકટર અને એક કાઉન્સેલર ની સેવાઓ ઉપલબ્ધ છે જે વિડિયો કૉલિંગ માં દર્દીઓના સ્વજનો ને સહાયતા કરશે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!