fbpx Press "Enter" to skip to content

વડોદરા ભાજપના અગ્રણીઓને સરકારી હોસ્પિટલ પર ભરોસો નથી… કોરોના પોઝિટીવ કાર્યકરને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો

  • સાંસદ રંજનબહેન ભટ્ટનો ખાસ ગણાતાં કાર્યકરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
  • રિપોર્ટ કરાવી હોમ ક્વોરેન્ટાઈન થવાને બદલે ઘર બહાર નિકળેલાં કાર્યકરની બાઈકને અકસ્માત નડ્યો.
  • કોરોના પોઝિટીવ કાર્યકરની આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં ભાજપી અગ્રણીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો.

વડોદરા. સાંસદ રંજનબહેન ભટ્ટના ખાસ ગણાતાં ભાજપા કાર્યકરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેને સરકારી હોસ્પિટલને બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં, પક્ષના જ કેટલાંક વ્યક્તિઓના ભવાં ખેંચાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના પોઝિટીવ આવ્યા બાદ હોમ આઈસોલેશનમાં રહેવાને બદલે કાર્યકર ઘર બહાર નિકળ્યો હતો જેમાં એની બાઈકને અકસ્માત નડ્યો હતો. અને તેને નજીવી ઇજા પણ પહોંચી હતી.

આઈફોનધારી મેયર હોય કે કોર્પોરેટર, ધારાસભ્ય હોય કે સાંસદ લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં ભાજપા અગ્રણીઓ કોઈ ને કોઈ તબક્કે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ખૂબ જ સારી સારવાર આપવામાં આવે છે તેવા મત વ્યક્ત કર્યા છે. પરંતુ, જેમ સરકારી શાળાઓના ઉદઘાટન કરનારા આ મહાનુભાવો પોતાના સંતાનને એમાં ભણવા નથી દેતાં. એવી જ હાલત હોસ્પિટલની બાબતમાં જોવા મળે છે.

તાજેતરમાં કોરોના પોઝિટીવ આવેલા ભાજપી કાઉન્સિલરોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તેવી જ વધુ એક ઘટના આજે સામે આવી છે. આધારભૂત સૂત્રો અનુસાર, સાંસદ રંજનબહેન ભટ્ટના ખાસ ગણાતાં ભાજપા કાર્યકરનો બે દિવસ અગાઉ ગોત્રી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાયો હતો. રિપોર્ટનું રિઝલ્ટ આવે ત્યાં સુધી હોમ ક્વોરેન્ટાઈન રહેવાને બદલે બાઈક લઈ ફરવા નિકળેલાં કાર્યકરને અકસ્માતમાં નજીવી ઈજા પહોંચી હતી. દરમિયાનમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

કોરોના પોઝિટીવ ભાજપા કાર્યકરને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાને બદલે તાત્કાલિક પૂર્વ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેને પગલે ચર્ચા ઉઠવા પામી છે.

More from LiveMore posts in Live »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!