fbpx Press "Enter" to skip to content

પેટ્રોલ – ડીઝલના ભાવે રડાવી દીધાં – પેટ્રોલિયમ મંત્રીનાં પૂતળાંને ફાંસી આપી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

  • શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરને આવેદન સુપરત કરી ભાવવધારો પાછો ખેંચવા માગ

વડોદરા. પેટ્રોલ – ડીઝલના ભાવવધારાનો આજરોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાંને ફાંસી આપી, બાદમાં આગ ચાંપવામાં આવી હતી. તેમજ કલેક્ટરને આવેદન સુપરત કરી ભાવવધારો પાછો ખેંચવા માગણી કરાઈ હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની આગેવાનીમાં કાર્યકરો દ્વારા પેટ્રોલ – ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. “પેટ્રોલ – ડીઝલના ભાવે રડાવી દીધા” એવું લખાણ કરેલાં માસ્ક પહેરીને કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં. “पेट्रोल-डीज़ल की महंगाई ने आम आदमी को आत्मनिर्भर बना दिया” તેવું કારનું કટઆઉટ લઈ ચાલતાં રેલી સ્વરૂપે કોંગ્રેસી અગ્રણીઓ – કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. અને ત્યાં કલેક્ટરને આવેદન સુપરત કર્યું હતું.

તે પૂર્વે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનનાં પૂતળાંને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ પુતળાંને આગ ચાંપીને વિરોધ પ્રદર્શન કરાયું હતું. પોલીસે આ મામલે 8 જેટલાં કાર્યકરોની અટકાયત કરી હતી.

શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે,  લોકડાઉનના છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં તેમજ સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર અને ગેરવ્યાજબી વધારાથી ભારતની પ્રજા અસહ્ય પીડા અને યાતના સહન કરી રહી છે. દેશ જ્યારે અભૂતપૂર્વ આરોગ્યલક્ષી અને આર્થિક મહામારીનો સામનો કરી રહ્યો છે ત્યારે, મોદી સરકાર, પેટ્રોલ અને ડિઝલના ભાવમાં તેમજ એક્સાઈઝ ડ્યૂટીમાં વારંવાર વધારો કરીને પ્રજાની હાડમારીમાંથી નફાખોરી કરી રહી છે.

More from LiveMore posts in Live »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!