fbpx Press "Enter" to skip to content

29 જૂન વડોદરા કોરોના સ્ટેટસઃ 54 કોરોના મુક્ત દર્દી ડિસ્ચાર્જ, કુલ ડિસ્ચાર્જ આંક 1563 – વેન્ટીલેટર પર 32 સહિત કુલ 612 દર્દી સારવાર હેઠળ

  • 18 સરકારી હોસ્પિટલ ખાતેથી, 26 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 10 હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા.

વડોદરા. મહાનગર સેવાસદનના આજે સાંજે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીન અનુસાર, વધુ 54 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં, કુલ ડિસ્ચાર્જ આંક 1563 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કુલ 612 દર્દીઓ સારવાર અર્થે દાખલ થયેલાં છે. જે પૈકી 451ની હાલત સ્ટેબલ છે, 129 ઓક્સિજન પર છે જ્યારે 32 દર્દી વેન્ટીલેટર પર છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલી એકેય વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયો નથી. જોકે, આજે 986 હોમ ક્વોરેન્ટાઈન છે, 14 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 1000 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

More from LiveMore posts in Live »
More from VMSSMore posts in VMSS »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!