fbpx Press "Enter" to skip to content

અનલોકમાં કોરોના કેસ પણ અનલોક – વડોદરામાં 50 કોરોના પોઝિટીવ કેસ, મૃત્યુ આંક 53 (વાંચો VMC સત્તાવાર બુલેટીન)

  • 29 જૂનના રોજ 279 સેમ્પલમાંથી 50 પોઝિટીવ સાથે કુલ કોરોના આંક 2228
  • દસેક દિવસ બાદ આખરે કોરોનાથી વધુ 3 મૃત્યુના ઉમેરા સાથે ડેથ ઓડિટ રિપોર્ટ જાહેર કરાયો.
  • વિસ્તારઃ- લાલબાગ, ચોખંડી, સમા, વાઘોડીયા રોડ, તાંદલજા, ડભોઈ રોડ, ગોત્રી, નાગરવાડા, આજવા રોડ, હરણી, બાજવાડા, ફતેપુરા, વાડી, મદનઝાંપા, દિવાળીપુરા, ન્યૂ વી.આઈ.પી.રોડ, યાકુતપુરા, ગેંડીગેટ, એકતાનગર, અકોટા, માંડવી, ખોડીયાર નગર, નવાબજાર (ગ્રામ્ય- પાદરા, સાવલી, ભાયલી રોડ, કરોડીયા, સમીયાલા, ઉંડેરા, ચાંદોદ)

વડોદરા. 4 લોકડાઉન બાદ પહેલાં ચરણનું અનલોક શરૂ થયું છે. અનલોક દરમિયાનમાં અત્યાર સુધીના વડોદરામાં એક દિવસમાં સૌથી વધુ 50 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અનલોક શરૂ થયા બાદ રોજેરોજ કોરોના પોઝિટીવ કેસનો આંકડો વધી રહ્યો છે. જાણે કોરોના કેસ પણ અનલોક થઈ ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્ય સરકારના વિશેષ અધિકારી ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 279 સેમ્પલમાંથી 50 કોરોના પોઝિટીવ અને 229 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 2228 પર પહોંચ્યો છે.

લગભગ દસેક દિવસ બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ જાહેર કરાયો છે. જે અનુસાર, વધુ 3 વ્યક્તિના મોત કોરોના કારણે થયા હોવાનું જણાવી કુલ મૃત્યુ આંક 53 દર્શાવાયો છે.

More from LiveMore posts in Live »
More from VMSSMore posts in VMSS »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!