fbpx Press "Enter" to skip to content

અનલોક 2.0 પહેલાં એલર્ટ થવાની જરૂર – વડોદરામાં સતત બીજા દિવસે 50+ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા, મૃત્યુ આંક 55 પર પહોંચ્યો (વાંચો VMC સત્તાવાર બુલેટીન)

  • 30 જૂનના બુલેટીન અનુસાર 282 સેમ્પલમાંથી 52 પોઝિટીવ સાથે કુલ કોરોના આંક 2280
  • પહેલીવાર સતત બે દિવસ ડેથ ઓડિટ રિપોર્ટ જાહેર કરાયો – કોરોના મોતમાં વધુ 2નો ઉમેરો.
  • કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- હરણી રોડ, વારસીયા રોડ, સમા, તાંદલજા, વાડી, બરાનપુરા, ગોત્રી, સોમા તળાવ, વાઘોડીયા રોડ, નવી ધરતી, માંડવી, ઓ.પી.રોડ, આજવા રોડ, નિઝામપુરા, માંજલપુર, ફતેગંજ, વડસર, કારેલીબાગ, ડભોઈ રીંગ રોડ, ન્યૂ વીઆઈપી રોડ, મકરપુરા (ગ્રામ્ય- પાદરા, ડબકા, ફર્ટીલાઈઝર નગર, ભાયલી રોડ, સાવલી)

વડોદરા. શહેરમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો સતત બે દિવસ 50+ નોંધાયો છે. આજે વડોદરા મહાનગર સેવાસદનના સત્તાવાર બુલેટીન અનુસાર વધુ 52 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે દિવસો સુધી ડેથ ઓડિટ કરવાનો સમય નહીં કાઢનાર, કમિટી દ્વારા સતત બીજા દિવસે કોરોના મૃત્યુ આંક જાહેર કરવામાં આવ્યું હોય તેવું પહેલીવાર બનવા પામ્યું છે.

અનલોક 2ને આડે ગણતરીના દિવસ બાકી છે ત્યારે વડોદરામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે જે ચિંતાનો વિષય છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશ જોગ સંબોધનમાં ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે આગામી દિવસોમાં કોરોના પર કાબૂ મેળવવા તંત્ર અને પ્રજાએ કમરકસવી ખૂબ જરૂરી જણાય છે.

રાજ્ય સરકારના વિશેષ અધિકારી ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 282 સેમ્પલમાંથી 52 કોરોના પોઝિટીવ અને 230 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 2280 પર પહોંચ્યો છે.

કોરોનાને પગલે નિપજેલાં મોત અંગે તંત્ર દ્વારા ડેથ ઓડિટ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી મોટેભાગે અઠવાડિયે દસ દિવસે રિપોર્ટ જાહેર કરતી હતી. ગઈકાલે લગભગ દસ દિવસ બાદ રિપોર્ટ જાહેર કરનાર ડેથ ઓડિટ કમિટીએ આજે સતત બીજા દિવસે વધુ 2 મોત અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેને પગલે કુલ મૃત્યુ આંક 55 પર પહોંચ્યો છે.

More from LiveMore posts in Live »
More from VMSSMore posts in VMSS »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!