fbpx Press "Enter" to skip to content

વડોદરા કોરોના સ્ટેટસઃ 165 દર્દીઓની હાલત ગંભીર, 38 સ્વસ્થ થતાં રજા અપાઈ, 1012 ક્વોરેન્ટાઈન

  • 39 દર્દી વેન્ટીલેટર પર, 126 દર્દી ઓક્સિજન પર, 459 દર્દીની હાલત સ્થિર
  • 06 સરકારી હોસ્પિટલ ખાતેથી, 21 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 11 હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા.

વડોદરા. મહાનગર સેવાસદનના આજે સાંજે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીન અનુસાર, વધુ 38 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં, કુલ ડિસ્ચાર્જ આંક 1601 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કુલ 624 દર્દીઓ સારવાર અર્થે દાખલ થયેલાં છે. જે પૈકી 459ની હાલત સ્ટેબલ છે, 126 ઓક્સિજન પર છે જ્યારે 39 દર્દી વેન્ટીલેટર પર છે. આમ કુલ 165 દર્દીઓની હાલત ગંભીર છે.

સત્તાવાર બુલેટીન અનુસાર, કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલી એકેય વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયો નથી. જોકે, આજે 998 હોમ ક્વોરેન્ટાઈન છે, 14 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 1012 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

More from LiveMore posts in Live »
More from VMSSMore posts in VMSS »

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!