Press "Enter" to skip to content

વડોદરા/ મ.સ. યુનિવર્સિટીની ઓનલાઈન એક્ઝામ પર હેકર ત્રાટકતાં પરીક્ષાઓ સ્થગિત રખાઈ

  • એક્ઝામ પોર્ટલ પર સાઈબર એટેકનો પ્રયાસ.
  • હેકર દ્વારા સર્વર ક્રેશ કરવાનો એકથી વધુવાર પ્રયાસ કરવામાં આવ્યો.
  • 3000 વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ દરમિયાન લોગ ઇન થવામાં મુશ્કેલીઓ પડી.
  • લોગ ઇન કરી શકેલાં 1000 વિદ્યાર્થીઓને ધીમા સર્વરનો સામનો કરવો પડ્યો.
  • મોક ટેસ્ટ તેમજ 5 ઓગષ્ટથી શરૂ થતી પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી.
  • પરીક્ષાનું નવું ટાઈમટેબલ ટૂંક સમયમાં જાહેર કરાશે.

વડોદરા. આજરોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા ટાણે હેકર્સ દ્વારા સાઈબર એટેકનો પ્રયાસ કરવામાં આવતાં હજારો વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. સાઈબર એટેકના પ્રયાસને પગલે પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ અંગે સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

વિદ્યાર્થીઓને પડતી અગવડો અંગેના વિવાદ વિરોધ વચ્ચે આજરોજ મ. સ. યુનિ.ની ઓનલાઈન એક્ઝામનો પ્રારંભ થયો હતો. જોકે, ગઈકાલે રાતથી અજાણ્યા હેકર્સ દ્વારા એક્ઝામ પોર્ટલ હેક કરીને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના ડેટા તફડાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, હેકર્સને સફળતા ના મળતાં તમામ ડેટા સુરક્ષિત રહ્યો હતો.

આજે પરીક્ષા શરૂ થઈ ત્યારે પણ હેકર્સ દ્વારા સર્વરને ક્રેશ કરવાનો એકથી વધુ વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને કારણે આશરે 3000 વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ દરમિયાન લોગ ઈન થવામાં મુશ્કેલી પડી હતી. તો લોગ ઈન થઈ શકેલાં 1000 જેટલાં વિદ્યાર્થીઓને ધીમા સર્વરનો સામનો કરવો પડ્યો હતો.

સાઈબર એટેકના પ્રયાસને પગલે યુનિ. રજિસ્ટ્રાર દ્વારા આજે શરૂ થયેલી મોક ટેસ્ટ તેમજ તા. 5 ઓગષ્ટથી શરૂ થતી સેમિસ્ટર એન્ડ પરીક્ષાઓ સ્થગિત જાહેર કરાઈ હતી. ટૂંક સમયમાં પરીક્ષાના નવા સમયપત્રકની જાહેરાત કરાશે. યુનિ. દ્વારા સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી આ અંગે કાયદેસરના પગલાં લેવામાં આવનાર છે.

More from CrimeMore posts in Crime »
More from EducationMore posts in Education »

Comments are closed.

error: Content is protected !!