Press "Enter" to skip to content

વડોદરા કોરોના અપડેટઃ 821 સેમ્પલમાંથી 95 પોઝિટીવ – કોરોનાને કારણે વધુ 2 મૃત્યુ (વાંચો VMC સત્તાવાર બુલેટીન)

  • કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- સુભાનપુરા, વાસણા રોડ, કારેલીબાગ, નવાયાર્ડ, વાઘોડીયા રોડ, માંજલપુર, વારસીયા રિંગ રોડ, ઓ.પી. રોડ, વડસર, તરસાલી, ગોરવા, વીઆઈપી રોડ, મકરપુરા, નિઝામપુરા, પ્રતાપનગર, સમા, છાણી, અકોટા, ગોત્રી રોડ, આજવા રોડ, દંતેશ્વર, માંડવી
  • ગ્રામ્યઃ પાદરા, ડભોઈ, ઉંડેરા, બીલ, પોર, કરજણ, વલણ

વડોદરા. ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવતાં રોજેરોજ કોરોના ટેસ્ટ અને પોઝિટીવ કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. એમાંય મુખ્યમંત્રીએ કોરોના ટેસ્ટ બમણાં કરવાની સૂચના આપ્યા બાદ નજીકના દિવસમાં કોરોના પોઝિટીવ આંકડો 100 પાર કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 821 સેમ્પલમાંથી 95 કોરોના પોઝિટીવ અને 726 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 4761 પર પહોંચ્યો છે.

આજે ડેથ ઓડિટ રિપોર્ટ અનુસાર 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 91 કરવામાં આવ્યો છે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!