Press "Enter" to skip to content

વડોદરા કોરોના સ્ટેટસઃ 222 દર્દીઓની હાલત ગંભીર, 81 સ્વસ્થ થતાં રજા અપાઈ, 2437 ક્વોરેન્ટાઈન

  • 61 દર્દી વેન્ટીલેટર પર, 161 દર્દી ઓક્સિજન પર, 974 દર્દીની હાલત સ્થિર
  • 18 સરકારી હોસ્પિટલ ખાતેથી, 51 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 12 હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા.

વડોદરા. મહાનગર સેવાસદનના આજે સાંજે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીન અનુસાર, વધુ 81 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં, કુલ ડિસ્ચાર્જ આંક 4379 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કુલ 1196 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 974ની હાલત સ્ટેબલ છે, જ્યારે 161 ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 222 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

સત્તાવાર બુલેટીન અનુસાર, 2378 હોમ ક્વોરેન્ટાઈન છે, 22 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 37 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 2437 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

More from HealthMore posts in Health »
error: Content is protected !!