Press "Enter" to skip to content

વડોદરા / ડો. રાજીવ દેવેશ્વરની એક્ઝિટ બાદ સયાજી હોસ્પિટલનો કાયાકલ્પ વેગવંતો બન્યો

  • સયાજી હોસ્પિટલમાં 2000 લિટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાવાળી ટાંકી 11 ઓગષ્ટ સુધીમાં કાર્યરત થશે
  • હાલમાં 1 લિકવીડ ઓક્સિજન ટેન્ક પુરવઠો પૂરો પાડી રહી છે.

વડોદરા. ડો. રાજીવ દેવેશ્વરને સુપ્રિટેન્ડન્ટના પદ પર હટાવી દેવાયા બાદ સયાજી હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે કાયાકલ્પ કરાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લાં કેટલાંક દિવસોથી OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કામગીરી વેગવંતિ બની છે. ત્યારે આગામી 11 ઓગષ્ટ પહેલાં સયાજી હોસ્પિટલમાં 2000 લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક કામ કરતી થઈ જશે.

રાજ્ય સરકારની મંજૂરીના પગલે મધ્ય ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલમાં પ્રવાહી ઓક્સિજન પુરવઠો પૂરો પાડતી બીજી લિકવીડ ઓક્સિજન ટેન્ક લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે.20 કિલો લિટર એટલે કે 2000 લિટર પ્રવાહી ઓક્સિજન ની સંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકીની સ્થાપના આડે કેટલાંક ચોક્કસ અવરોધો હતાં.જો કે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શનને અનુસરીને વહીવટદાર શ્રી અશોક પટેલ અને સલાહકાર ડો. મીનુ પટેલે આ બાબત હાથ ધરી હતી.તેમને આ ટાંકી જ્યાં લગાવવાની છે એ સ્થળની મુલાકાત લીધી હતી. ટાંકીની સ્થાપના માટેનું પ્લેટફોર્મ બની ગયું હતું. પાઇપ લાઇન દ્વારા ગેસ જોડાણ આડેના જે અવરોધો હતાં એનું નિરાકરણ કર્યું,એજન્સી ને જરૂરી ઓર્ડર અપાવ્યા અને આ બીજી ટાંકીની સ્થાપના ની પ્રક્રિયા ગતિશીલ બનાવી હતી.

ઉલ્લેખનિય છે કે હાલમાં સયાજી હોસ્પિટલમાં મેડિકલ નર્સિંગ હોમ પાસે 20 કિલો લિટર ક્ષમતા ધરાવતી એક લિકવીડ ઓક્સિજન ટેન્ક કાર્યરત છે અને પાછળ થી એના ગેસ પુરવઠાનું જોડાણ કોવિડ સારવાર સુવિધા માટે પણ આપવામાં આવ્યું હતું.રાજ્ય સરકારે આવી બીજી ટાંકીની સુવિધા મંજૂર કરી હતી જેને ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.

કુતુબ મિનાર જેવી દેખાતી આ ઊંચી અને લંબગોળ એટલે કે નળાકાર દેખાવની આ ટાંકી ની સ્થાપના માટે જરૂરી પ્લેટફોર્મ બનાવવા સહિતના કામો લગભગ પૂરા થઈ ગયા છે. ડો. મીનુ પટેલે જણાવ્યું કે ઇનોક્ષ એર પ્રોડક્ટ દ્વારા આ ટાંકી 6 ઓગસ્ટ સુધીમાં પૂરી પાડવામાં આવશે.

તે પછી બે દિવસમાં આ વિશાળ લંબગોળ ટાંકીને ઇરેક્ટ એટલે કે ઊભી કરાશે.તે પછી ત્રણ થી ચાર દિવસમાં પાઇપ લાઈન દ્વારા દવાખાનાના વિવિધ વિભાગોને ગેસ પુરવઠાના જોડાણની સુવિધા આપવાની સાથે પેસોનું એક્ષકલુઝિવ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી ,આ કામની સાથે જ પૂરી કરાશે.એટલે 11 ઓગસ્ટ સુધીમાં આ નવી સુવિધા ઉપયોગ માટે તૈયાર થઈ જશે એવી ધારણા છે. આ ટાંકીઓ ન હતી ત્યારે ત્રણ ચાર શિફ્ટમા બાટલાઓ લાવવા,ખાલી બોટલ ભરાવવા,આ બાટલાઓનું હેન્ડલિંગ જેવી ઘણી કડાકૂટ કરવી પડતી.

મીનુ પટેલે જણાવ્યું કે આ બે ટાંકીઓની સ્થાપના ને પગલે લગભગ 20 વર્ષ સુધી સયાજી હોસ્પિટલની ઓક્સિજન જરૂરિયાત સરળતા થી સંતોષી શકાશે. કોવિડ સારવાર સુવિધાને હાલમાં પણ પૂરતો પુરવઠો મળી રહ્યો છે. આ બીજી ટાંકી થી રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિગ્રહ,બાળ રોગ અને ગાયનેક વિભાગને પૂરતો ઓક્સિજન મળી રહેશે.હાલમાં પ્રથમ ટાંકીને 3 થી 4 દિવસે ફરી થી ભરાવવી પડે છે. બીજી ટાંકીની સેવા ઉપલબ્ધ થતાં એમાં પણ સરળતા થશે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!