Press "Enter" to skip to content

વડોદરા/ મૃત્યુ પામેલાં ભાઈના અંતિમ સંસ્કાર કરવા પોલીસ કર્મી પ્રભાતસિંહએ મોટાભાઈને નાણાંકીય સહાય કરી

  • નાણાં ભીડ અનુભવતાં સુરેશ પરમારને માંજલપુર પોલીસ મથકના પ્રભાતભાઇએ રૂ. 1500ની સહાય કરી.
  • સોમવારે સાંજે ઘરેથી નિકળેલાં રાજેશ પરમારનું વડસર તળાવ પાસે કુદરતી રીતે મૃત્યુ નિપજ્યું હતું.

વડોદરા. ખાખીધારીઓમાં પણ માનવતાં મહેંકતી હોય છે અને તેથી જ પોલીસ તંત્રની “May I Help You” ની ઉક્તિને અનેકવાર પોલીસ કર્મીઓ સાર્થક કરતાં હોય છે. આવો જ એક માનવતાવાદી અભિગમ માંજલપુર પોલીસ મથકના પોલીસ કર્મી પ્રભાતસિંહએ દાખવ્યો હતો. જેને પગલે મૃત્યુ પામેલા નાના ભાઈના અંતિમ સંસ્કાર કરવામાં નાણાંભીડ અનુભવતાં મોટાભાઈને આર્થિક સહાય પ્રાપ્ત થઈ હતી.

શહેરના વડસર બ્રિજ પાસે રહેતાં અને ઓમ રેસિડેન્સીના એક બંગલામાં મજૂરી કામ કરતાં 45 વર્ષિય કાંતિભાઈ પરમાર સોમવારે સાંજે વરસતા વરસાદમાં ઘરેથી નિકળ્યા હતાં. આજે વડસર તળાવ પાસે એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં માંજલપુર પોલીસના પ્રભાતસિંહ ભાલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

(હેડ કોન્સ્ટેબલ પ્રભાતસિંહ ભાલીયા)

પ્રાથમિક તપાસમાં મૃતકનાં મોટાભાઈ સુરેશ પરમાર ઓમ રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતાં હોવાની વિગતો સામે આવી હતી. સુરેશ પરમારને બોલાવવામાં આવતાં તેમણે નાનાભાઈની ઓળખ કરી હતી. પોલીસ તપાસમાં રાજેશ પરમારરનું મૃત્યુ કુદરતી રીતે થયું હોવાનું જાણવા મળ્યું હતું.

(આર્થિક સહાય પ્રાપ્ત થતાં ગદગદીત થયેલાં સુરેશભાઈ પરમાર)

પોલીસે રાજેશનો મૃતદેહ સોંપતાં આર્થિક ભીંસ અનુભવતાં સુરેશ પરમાર મુંઝવણમાં મુકાઈ ગયા હતાં. તેમણે પ્રભાતસિંહને કહ્યું કે, સાહેબ, મારી પાસે નાનાભાઈનાં અંતિમ સંસ્કાર કરવાના નાણાં નથી. આ વાત સાંભળતાં જ પ્રભાતસિંહે તરત જ મૃતકના અંતિમ સંસ્કાર માટે રૂ. 1500 ધરી દીધા હતાં. આમ, તાત્કાલિક આર્થિક સહાય પ્રાપ્ત થતાં સુરેશ પરમાર ગદગદીત થઈ ગયા હતાં. બાદમાં તેમણે પરિવારજનો સાથે મૃતક રાજેશના અંતિમ સંસ્કાર કર્યા હતાં.

More from Featured StoryMore posts in Featured Story »

Comments are closed.

error: Content is protected !!