Press "Enter" to skip to content

વડોદરા/ દરજીપુરા ખાતે અનુસૂચિત જાતિની કન્યાઓ માટે નિર્માણ પામેલી આદર્શ નિવાસી શાળાનું સોમવારે મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

  • ધો. 9 થી 12ની વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે અભ્યાસની સુવિધા પ્રાપ્ત થશે.
  • રૂ. 7.57 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ આદર્શ નિવાસી શાળાનું નિર્માણ કરાયું.

વડોદરા. શહેર નજીક દરજીપુરા ખાતે અનુસૂચિત જાતિની કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે નિર્માણ કરાયેલી આદર્શ નિવાસી શાળાનું સોમવાર તા. 13 જુલાઈના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આશરે 10 હજાર ચો.મી. વિસ્તારમાં રૂ. 7.57 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ આદર્શ નિવાસી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આદર્શ નિવાસી શાળામાં અનુસૂચિત જાતિની ધો. 9 થી 12ની વિદ્યાર્થિનીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે. શાળામાં આશરે 160 વિદ્યાર્થિનીઓને રહેવા – જમવા અને અભ્યાસની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થિનીઓને બેન્ચ, ટેબલ, ખુરશી, બેડ, આર.ઓ. પાણી સહિતની આધુનિક સુવિધાઓનો લાભ પ્રાપ્ત થશે.

More from EducationMore posts in Education »
error: Content is protected !!