Press "Enter" to skip to content

વડોદરા કોરોના સ્ટેટસઃ 193 દર્દીઓની હાલત ગંભીર, 31 સ્વસ્થ થતાં રજા અપાઈ, 2535 ક્વોરેન્ટાઈન

  • 50 દર્દી વેન્ટીલેટર પર, 143 દર્દી ઓક્સિજન પર, 836 દર્દીની હાલત સ્થિર
  • 4 સરકારી હોસ્પિટલ ખાતેથી, 24 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 3 હોમ આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા.

વડોદરા. મહાનગર સેવાસદનના આજે સાંજે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીન અનુસાર, વધુ 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં, કુલ ડિસ્ચાર્જ આંક 3456 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કુલ 1029 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 836ની હાલત સ્ટેબલ છે, જ્યારે 143 ઓક્સિજન પર અને 50 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 193 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.

સત્તાવાર બુલેટીન અનુસાર, 33 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2462 હોમ ક્વોરેન્ટાઈન છે, 40 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 2535 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.

More from HealthMore posts in Health »

Comments are closed.

error: Content is protected !!