Press "Enter" to skip to content

રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓના વાલી dd-pri-rte@gujarat.gov.in પર ફરિયાદ નોંધાવી શકે

  • ફરિયાદ કે રજૂઆત અંગેની જાણકારી http://gujarat education.gov.in/primary/ તેમજ http://rte.orpgujrat.com  પર ઉપલબ્ધ છે.

વડોદરા. Right to Education (RTE) અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો. 1માં પ્રવેશથી વંચિત રહી ગયેલાં વિદ્યાર્થીઓના વાલીઓ તા. 15 જુલાઈ સુધીમાં dd-pri-rte@gujarat.gov.in પર ઇ-મેઇલ કરીને ફરિયાદ કે રજૂઆત કરી શકે છે.

Right to Education (RTE) એકટ-2009ની કલમ 12.1 (સી) હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્ય ધો.1માં 25 % લેખે રાજયમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2013-14થી પ્રવેશ આપવામાં આવે છે.

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના જણાવ્યા પ્રમાણે, RTE અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2019-20માં પ્રવેશથી વંચિત રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓના વાલીઓ ફરીયાદ કે રજૂઆત કરી શકે છે. તેનો નમૂનો (Annexure-A) http://gujarat education.gov.in/primary/ અને http://rte.orpgujrat.com પર ઉપલબ્ધ છે. તેની પ્રિન્ટ લઈ તમામ જરૂરી વિગતો ભરી નોટરાઈઝડ સોગંદનામુ કરાવવાનું રહેશે. ત્યારબાદ તા.15 જુલાઇ-2020ને બુધવાર સુધીમાં આ નકલનો ફોટો અથવા તો તેના PDF ફોર્મેટમાં dd-pri-rte@gujarat.gov.in પર ઈ-મેઇલ કરી શકાશે. આ બાબતે જરૂર જણાયે તાલુકાની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરીનો સંપર્ક કરવો.

More from EducationMore posts in Education »
error: Content is protected !!