Press "Enter" to skip to content

વડોદરા/ દશામા પ્રતિમા વિસર્જન વિવાદ વચ્ચે રાજેશ આયરે દ્વારા મહીસાગર નદીમાં 6000 પ્રતિમાઓનું વિસર્જન કરાયું (જુઓ વિડીયો)

  • આર.એસ.પી.ના અગ્રણી – કાર્યકરો દ્વારા નવતર પહેલ.

વડોદરા. દશામાંના પવિત્ર વ્રતને આડે ગણતરીના દિવસો બાકી હતાં ત્યારે મ્યુનિ. કમિશનર દ્વારા શહેરના નદી, તળાવ, નાળામાં પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ લાદવામાં આવતાં વિવાદ સર્જાયો હતો. આ સંજોગોમાં અવઢવમાં મુકાયેલા શ્રધ્ધાળુઓની મદદે  આર.એસ.પી.ના રાજેશ આયરે આગળ આવ્યા હતાં. તેમની ટીમે 6000 જેટલી પ્રતિમાઓ એકત્રિત કરી, તમામ પ્રતિમાઓનું શ્રધ્ધાપૂર્વક મહીસાગર નદીમાં વિસર્જન કર્યું હતું.

દશામાંની પ્રતિમાઓ વેચાવાની શરૂ થઈ ત્યારે આ પ્રતિમાઓનું વિસર્જન કરાશે એવી સામાન્ય સમજ નહીં રાખનાર વડોદરા મહાનગર સેવાસદન તંત્ર દ્વારા વ્રતની પૂર્ણાહૂતિના ચાર દિવસ પૂર્વે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં દશામાંની પ્રતિમાઓ વિસર્જીત નહીં કરવાનું ફરમાન કરાયું હતું અને હુકમનો ભંગ કરનારને રૂ. 5000 દંડ ફટકારવાની જાહેરાત કરાઈ હતી. જેને પગલે ભક્તો અટવાઈ ગયાં હતાં. બીજી તરફ, મ્યુનિ. કમિશનરના પરિપત્રનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. છતાં ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા દશામાં વિસર્જન વિવાદ અંગે કોઈ મચક આપવામાં આવી નહોતી.

વિસર્જનના વિવાદ વચ્ચે રાજેશ આયરે અને આર.એસ.પી.ના કાર્યકરોએ નવતર પહેલ હાથ ધરી હતી. તેમણે લોકોના ઘરે જઈને તેમજ એક સ્થળે પ્રતિમા પહોંચાડવાની અપીલ કરીને આશરે 6000 જેટલી પ્રતિમાઓ એકત્રિત કરી હતી. આ તમામ પ્રતિમાઓનું વિધિ વિધાન અનુસાર પૂજન અર્ચન કરીને સિંધરોટ સ્થિત મહીસાગર નગરીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝિંગ સહિતની કોરોના સંક્રમણ રોકવા અંગેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

More from Featured StoryMore posts in Featured Story »

Comments are closed.

error: Content is protected !!