Press "Enter" to skip to content

વડોદરા કોર્પોરેશનમાં કોરોનાની એન્ટ્રી – આસિ. એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર કોરોના પોઝિટીવ

  • વડોદરા સેન્ટ્રલ જેલના બે કેદીઓ કોરોના પોઝિટીવ નોંધાયા
  • કોરોના પોઝિટીવ દર્દીની ઓળખ જાહેર નહીં કરવાના સરકારી ફરમાનને પગલે નામ સહિતની વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી નથી.

વડોદરા. આખરે વડોદરા કોર્પોરેશનમાં પણ કોરોનાની એન્ટ્રી પડી ગઈ છે. બે અધિકારીઓ કોરોના પોઝિટીવ જણાઈ આવતાં કર્મચારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરા સેન્ટ્રલ જેલના બે કેદીઓ પણ કોરોના પોઝિટીવ નોંધાયા હતાં.

આજરોજ વડોદરા મહાનગર સેવાસદનના એક આસિસ્ટન્ટ એન્જિનિયર તેમજ એક ડેપ્યુટી એન્જિનિયર કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા હતાં. અધિકારી કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની જાણ થતાં એક તરફ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતાં તો બીજી તરફ જે તે કચેરીઓને સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં કોર્પોરેશનના વધુ કર્મચારી – અધિકારી કોરોના સંક્રમિત જણાઈ આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.

અત્રે નોંધનિય છે કે, કોરોના પોઝિટીવ દર્દીની ઓળખ જાહેર ના થાય તે માટે તંત્ર દ્વારા તેમનાં નામ – સરનામાં પ્રસિદ્ધ કરાવનું બંધ કરી દેવાયું છે. સરકારી ફરમાનને પગલે બંને અધિકારીઓની ઓળખ જાહેર થાય તેવી વિગતો અહીં પ્રસિદ્ધ કરાઈ નથી.

More from LiveMore posts in Live »
error: Content is protected !!